કોર્ન-કેપ્સીકમ સેન્ડવીચ | CORN capsicum sandwich Recipe in Gujarati

ના દ્વારા રૂચા દિવ્યેશ રાજા  |  6th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of CORN capsicum sandwich by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
કોર્ન-કેપ્સીકમ સેન્ડવીચby રૂચા દિવ્યેશ રાજા
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

કોર્ન-કેપ્સીકમ સેન્ડવીચ વાનગીઓ

કોર્ન-કેપ્સીકમ સેન્ડવીચ Ingredients to make ( Ingredients to make CORN capsicum sandwich Recipe in Gujarati )

 • અમેરિકન મકાઈ નો પલ્પ 700ગ્રામ
 • 1 નંગ મોટું કેપ્સિકમ ઝીણું સમારેલું
 • આદુ-મરચાં-લસણ ની પેસ્ટ 2 ચમચી
 • લીંબુ નો રસ1/2 ચમચી(ઓપ્શનલ)
 • મરી પાવડર 1 ચમચી
 • ગરમ મસાલો અથવા સેન્ડવિચ મસાલો 1 ચમચી
 • નિમક સ્વાદાનુસાર
 • કોથમીર જરૂર પ્રમાણે
 • તેલ 2 ચમચી
 • હિંગ 1/2ચમચી

How to make કોર્ન-કેપ્સીકમ સેન્ડવીચ

 1. સૌ પ્રથમ મકાઈ ને ખમણી લો એટલે પેસ્ટ જેવું બની જશે ત્યારબાદ કેપ્સિકમ ઝીણા સમારી લો.
 2. સૌ પ્રથમ 1 કડાઈ માં તેલ મૂકી તેમાં હિંગ નાખી, આદુ-મરચા-લસણ ની પેસ્ટ નાખી બરાબર સાંતળી લઈ, તેમાં કેપ્સિકમ નાખી બરાબર સંતળાઈ જાય પછી તેમાં મકાઈ નો પલ્પ નાખી, મરી પાવડર નાખી, સેન્ડવિચ મસાલો નાખી, નિમક સ્વાદાનુસાર, લીંબુ નો રસ, કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લઈ ગેસ પર થી ઉતારી ઠંડુ થવા દો.
 3. ત્યારબાદ મલ્ટિગ્રઈને બ્રેડ લો તેમાં બનાવેલું પૂરણ ભરી લઈ ઘી અથવા તેલ લગાવી તેને ટોઅસ્ટર માં ગ્રીલ કરી લો. ગ્રીલ થઈ ગયા બાદ તેને કટ કરી સોસ અથવા ચટણી સાથે ગરમાગરમ પીરસી દો.

My Tip:

મકાઈ ને રાંધતી વખતે ગેસ ધીમો જ રાખવો નહીં તો આ જલ્દી બળવા લાગે છે એટલે ધ્યાન રાખવું.

Reviews for CORN capsicum sandwich Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો