કઢી પકોડા | Kadhi pakoda Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  6th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Kadhi pakoda by Urvashi Belani at BetterButter
કઢી પકોડાby Urvashi Belani
 • તૈયારીનો સમય

  2

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

કઢી પકોડા

કઢી પકોડા Ingredients to make ( Ingredients to make Kadhi pakoda Recipe in Gujarati )

 • પકોડા માટે :
 • 1/2 કપ વેસણ
 • 1/2 ચમચી જીરું
 • 1/2 ચમચી લાલ મરચું
 • સ્વાદાનુસાર મીઠું
 • એક ચપટી ખાવા નો સોડા
 • કોથમીર
 • તળવા માટે તેલ
 • કઢી બનાવવા માટે:
 • 3 કપ છાશ
 • 3 ચમચા વેસણ
 • 1/2 ચમચી હળદર
 • સ્વાદાનુસાર મીઠું
 • 1 ચમચી વાટેલા આદુ મરચા
 • કોથમીર
 • વઘાર માટે:
 • 2 ચમચી તેલ
 • 1/2 ચમચી રાઇ
 • 1/2 ચમચી જીરું
 • 1/4 ચમચી હિંગ
 • 5-7 મીઠા લીમડા ના પાન
 • 1/2 ચમચી લાલ મરચું

How to make કઢી પકોડા

 1. પકોડા બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરી જરૂરિયાત મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો.
 2. આ ખીરા માંથી ગરમ તેલ માં નાના પકોડા બનાવો.
 3. કઢી બનાવવા માટે વેસણ અને છાશ ને મિક્સ કરી ફેટી લો જેથી એક પણ ગાંઠ ન પડે.
 4. એક વાસણ માં છાશ નું મિશ્રણ ગરમ કરવા મુકો.
 5. મીઠું, હળદર અને આદુ મરચા નાખી ઉકળવા દો. 5 મિનિટ ધીમી આંચ પર ઉકળવા દો.
 6. પકોડા નાખી 2 મિનિટ ઉકાળો.
 7. વઘાર માટે તેલ ગરમ કરી રાઈ, જીરી ,હિંગ,મીઠો લીમડો, અને લાલ મરચું નાખી તરત કઢી માં નાખો.
 8. કોથમીર નાખી ગરમ ગરમ રોટલી અથવા ભાત સાથે સર્વ કરો.

My Tip:

વઘાર માં ડુંગળી પણ નાખી શકાય છે.

Reviews for Kadhi pakoda Recipe in Gujarati (0)