હોમ પેજ / રેસિપી / કઢી પકોડા

Photo of Kadhi pakoda by Urvashi Belani at BetterButter
640
2
0.0(0)
0

કઢી પકોડા

Aug-06-2018
Urvashi Belani
2 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કઢી પકોડા રેસીપી વિશે

આ રેસીપી માં વેસણ ના પકોડા ને છાશ ની કઢી માં નાખી બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. પકોડા માટે :
  2. 1/2 કપ વેસણ
  3. 1/2 ચમચી જીરું
  4. 1/2 ચમચી લાલ મરચું
  5. સ્વાદાનુસાર મીઠું
  6. એક ચપટી ખાવા નો સોડા
  7. કોથમીર
  8. તળવા માટે તેલ
  9. કઢી બનાવવા માટે:
  10. 3 કપ છાશ
  11. 3 ચમચા વેસણ
  12. 1/2 ચમચી હળદર
  13. સ્વાદાનુસાર મીઠું
  14. 1 ચમચી વાટેલા આદુ મરચા
  15. કોથમીર
  16. વઘાર માટે:
  17. 2 ચમચી તેલ
  18. 1/2 ચમચી રાઇ
  19. 1/2 ચમચી જીરું
  20. 1/4 ચમચી હિંગ
  21. 5-7 મીઠા લીમડા ના પાન
  22. 1/2 ચમચી લાલ મરચું

સૂચનાઓ

  1. પકોડા બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરી જરૂરિયાત મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો.
  2. આ ખીરા માંથી ગરમ તેલ માં નાના પકોડા બનાવો.
  3. કઢી બનાવવા માટે વેસણ અને છાશ ને મિક્સ કરી ફેટી લો જેથી એક પણ ગાંઠ ન પડે.
  4. એક વાસણ માં છાશ નું મિશ્રણ ગરમ કરવા મુકો.
  5. મીઠું, હળદર અને આદુ મરચા નાખી ઉકળવા દો. 5 મિનિટ ધીમી આંચ પર ઉકળવા દો.
  6. પકોડા નાખી 2 મિનિટ ઉકાળો.
  7. વઘાર માટે તેલ ગરમ કરી રાઈ, જીરી ,હિંગ,મીઠો લીમડો, અને લાલ મરચું નાખી તરત કઢી માં નાખો.
  8. કોથમીર નાખી ગરમ ગરમ રોટલી અથવા ભાત સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર