હોમ પેજ / રેસિપી / લીલા વટાણા અને લીલી તુવેર ની કચોરી

Photo of GREEN beans kachori by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
701
1
0.0(0)
0

લીલા વટાણા અને લીલી તુવેર ની કચોરી

Aug-06-2018
રૂચા દિવ્યેશ રાજા
30 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા વટાણા અને લીલી તુવેર ની કચોરી રેસીપી વિશે

આ કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, શિયાળા માં લોકો ખાસ બનાવે છે જેથી લીલોતરી ભી ખાઈ શકે અને સ્વાદ ની મજા પણ લઈ શકે. આ કચોરી ગુજરાતી લોકો ની પસંદીદા વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • ઠંડુ કરવું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 150ગ્રામ લિલી તુવેર ના દાણા
  2. 150ગ્રામ લીલા વટાણા
  3. 1નંગ બટેટુ અથવા 50ગ્રામ પોંવા
  4. આદુ-મરચા-લસણ ની પેસ્ટ
  5. કોથમીર-ફુદીના ની પેસ્ટ 2-3ચમચી
  6. સોડા બાયકાર્બ અડધી ચમચી થી ઓછો
  7. તલ 2 ચમચી
  8. જીરું-આખા ધાણા 1 ચમચી
  9. ખાંડ 2 ચમચી
  10. ગરમ મસાલો 1 ચમચી
  11. કાજુ-કિસમિસ તમારી પસંદ પ્રમાણે
  12. તેલ તળવા પૂરતું
  13. ઘઉં નો લોટ 250ગ્રામ
  14. રવો 2-3 ચમચી
  15. 1 ચમચી બૂરું ખાંડ
  16. 1/૨ ચમચી લીંબુનો રસ
  17. નિમક જરૂર પૂરતું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ લિલી તુવેર ના દાણા અને વટાણા ને ધોઈ લો. ત્યારબાદ આદકચરા ક્રશ કરી લો ચોપ્પેર ની મદદ થી.
  2. 1 કડાઈ માં તેલ લઈ તેમાં જીરું-આખા ધાણા , તલ, લિલ મરચા-આદુ-લસણ ની પેસ્ટ નાખી, સાંતળી લો ત્યારબાદ ક્રશ કરેલા લીલવા અને વટાણા ઉમેરી તેમાં સોડા બાયકાર્બ પાણી માં ઓગળી ને નાખી દો, સ્વાદ અનુસાર નિમક ઉમેરી ધીમા તાપે સાંતળી લો. થોડી વાર પછી બાફેલા બટાકા નો માવો અથવા પલાળી ને સુકવેલા પોંવા નાખી દો. બધો જ મસાલો જેમ કે કોથમીર-ફુદીના ની પેસ્ટ, ગરમ મસાલો, ખાંડ નાખી બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
  3. ત્યારબાદ ઠંડુ થઈ ગયેલ પૂરણ ને હાથ વડે સરસ 1 ડૌ જેવું બનાવી દો.
  4. ત્યાર પછી ઘઉં ના લોટ થોડો રવો ઉમેરી તેમાં બૂરું ખાંડ, લીંબુ નો રસ, નિમક અને તેલ નું મોણ નાખી લોટ બાંધી લો. પછી તેમાં થી પુરી વણી લઈ મસાલો ભરી કચોરી વાડી ને ગરમ તેલ માં તળી તળવી.
  5. ત્યારબાદ ગરમાગરમ કચોરી ને ચટણી અથવા ચાય સાથે પીરસી ને સ્વાદ માણી શકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર