Open in app

લીલા વટાણા અને લીલી તુવેર ની કચોરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people

GREEN beans kachori ના વિશે

Ingredients to make GREEN beans kachori in gujarati

  • 150ગ્રામ લિલી તુવેર ના દાણા
  • 150ગ્રામ લીલા વટાણા
  • 1નંગ બટેટુ અથવા 50ગ્રામ પોંવા
  • આદુ-મરચા-લસણ ની પેસ્ટ
  • કોથમીર-ફુદીના ની પેસ્ટ 2-3ચમચી
  • સોડા બાયકાર્બ અડધી ચમચી થી ઓછો
  • તલ 2 ચમચી
  • જીરું-આખા ધાણા 1 ચમચી
  • ખાંડ 2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • કાજુ-કિસમિસ તમારી પસંદ પ્રમાણે
  • તેલ તળવા પૂરતું
  • ઘઉં નો લોટ 250ગ્રામ
  • રવો 2-3 ચમચી
  • 1 ચમચી બૂરું ખાંડ
  • 1/૨ ચમચી લીંબુનો રસ
  • નિમક જરૂર પૂરતું

How to make GREEN beans kachori in gujarati

  1. સૌ પ્રથમ લિલી તુવેર ના દાણા અને વટાણા ને ધોઈ લો. ત્યારબાદ આદકચરા ક્રશ કરી લો ચોપ્પેર ની મદદ થી.
  2. 1 કડાઈ માં તેલ લઈ તેમાં જીરું-આખા ધાણા , તલ, લિલ મરચા-આદુ-લસણ ની પેસ્ટ નાખી, સાંતળી લો ત્યારબાદ ક્રશ કરેલા લીલવા અને વટાણા ઉમેરી તેમાં સોડા બાયકાર્બ પાણી માં ઓગળી ને નાખી દો, સ્વાદ અનુસાર નિમક ઉમેરી ધીમા તાપે સાંતળી લો. થોડી વાર પછી બાફેલા બટાકા નો માવો અથવા પલાળી ને સુકવેલા પોંવા નાખી દો. બધો જ મસાલો જેમ કે કોથમીર-ફુદીના ની પેસ્ટ, ગરમ મસાલો, ખાંડ નાખી બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
  3. ત્યારબાદ ઠંડુ થઈ ગયેલ પૂરણ ને હાથ વડે સરસ 1 ડૌ જેવું બનાવી દો.
  4. ત્યાર પછી ઘઉં ના લોટ થોડો રવો ઉમેરી તેમાં બૂરું ખાંડ, લીંબુ નો રસ, નિમક અને તેલ નું મોણ નાખી લોટ બાંધી લો. પછી તેમાં થી પુરી વણી લઈ મસાલો ભરી કચોરી વાડી ને ગરમ તેલ માં તળી તળવી.
  5. ત્યારબાદ ગરમાગરમ કચોરી ને ચટણી અથવા ચાય સાથે પીરસી ને સ્વાદ માણી શકો.

Reviews for GREEN beans kachori in gujarati (0)

No reviews yet.

Recipes similar to GREEN beans kachori in gujarati