લીલા વટાણા ની ખાંડવી | Matar Khadvi Recipe in Gujarati

ના દ્વારા Bharti Khatri  |  6th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Matar Khadvi by Bharti Khatri at BetterButter
લીલા વટાણા ની ખાંડવીby Bharti Khatri
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    3

    લોકો

0

0

લીલા વટાણા ની ખાંડવી વાનગીઓ

લીલા વટાણા ની ખાંડવી Ingredients to make ( Ingredients to make Matar Khadvi Recipe in Gujarati )

  • ૧ કપ બેસન
  • ૧ કપ પીસેલા લીલા વટાણા (પ્યોરી)
  • ૧/૨ ચમચી લીંબુના ફુલ
  • ૧/૨ ચમચી હળદર
  • ૨.૫ કપ પાણી
  • ૨ ચમચા તેલ
  • ૧/૨ ચમચી રાઈ
  • ૨ ચમચી તલ
  • ૩ થી ૪ લીલા મરચા
  • ૪ ચમચા ઝીણી કાપેલી કોથમીર
  • ૨ ચમચા છીણેલું કોપરુ
  • મીંઠુ સ્વાદમુજબ

How to make લીલા વટાણા ની ખાંડવી

  1. લીલા વટાણા ધોઈ લેવા.
  2. વટાણા ને મિક્સર મા પીસી લેવા.
  3. બેસન મા મીંઠુ, લીંબુના ફુલ અને હળદર મિક્સ કરો.
  4. હવે લીલા વટાણા પીસેલા મિક્સ કરો.
  5. હવે તેમા ૨.૫ કપ પાણી મિક્સ કરી ખીરુ તૈયાર કરવુ.
  6. હવે ખીરુ કડાઈ મા લઈને ગેસ ચાલુ કરી હલાવતા રહેવુ.
  7. જ્યા સુધી ખીરુ જાડુ થઈ જાય ત્યા સુધી હલાવતા રહેવુ.
  8. આ રીતે મિશ્રણ જાડુ થઈ જાય તો થોડુ થાળી પર પાથરીને જોઈ લેવુ. જો મિશ્રણ સહેલાઈથી નીકળી જાય તો સમજવુ કે ખાંડવી પાથરવા મિશ્રણ તૈયાર છે .
  9. હવે આ રીતે થાળી પર કે કુકીંગ સ્ટેન્ડ પર મિશ્રણ પાથરવુ.
  10. હવે થોડુ ઠંડુ થાય એટલે લાંબા લાંબા કપા કરી લેવા પછી આ રીતે ગોળાકાર રોલ બનાવી લેવા.
  11. આ રીતે રોલ કરી ખાંડવી બનાવી લેવી.
  12. લીલામરચા આ રીતે કાપી લેવા અને તલ લેવા.
  13. હવે વઘાર કરવા તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી લીલામરચા અને તલ નાખવા
  14. હવે કઢીલીમડો નાખવો. હવે વઘાર તૈયાર છે.
  15. હવે તૈયાર છે લીલા વટાણા ની ખાંડવી તેના પર તૈયાર કરેલ વઘાર રેડવો અને ઝીણી કાપેલી કોથમીર અને છીણેલા કોપરા થી સજાવી ને પીરસવું.

My Tip:

વટાણા ને મિક્સર મા એકદમ ઝીણુ પીસવુ.

Reviews for Matar Khadvi Recipe in Gujarati (0)