હોમ પેજ / રેસિપી / લીલા વટાણા ની ખાંડવી

Photo of Matar Khadvi by Bharti Khatri at BetterButter
448
2
0.0(0)
0

લીલા વટાણા ની ખાંડવી

Aug-06-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા વટાણા ની ખાંડવી રેસીપી વિશે

ખાંડવી સૌને ખૂબ જ ભાવતી હોય છે પણ આજે થોડુંક નવીન કરવાનો પ્રયાસ કર્યો છે. લીલા વટાણા નો ઉપયોગ કરી ખાંડવી બનાવી છે ખરેખર ખૂબજ ટેસ્ટી અને લાજવાબ બની છે. આપ સૌને પણ ખુબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • પીસવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ બેસન
  2. ૧ કપ પીસેલા લીલા વટાણા (પ્યોરી)
  3. ૧/૨ ચમચી લીંબુના ફુલ
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૨.૫ કપ પાણી
  6. ૨ ચમચા તેલ
  7. ૧/૨ ચમચી રાઈ
  8. ૨ ચમચી તલ
  9. ૩ થી ૪ લીલા મરચા
  10. ૪ ચમચા ઝીણી કાપેલી કોથમીર
  11. ૨ ચમચા છીણેલું કોપરુ
  12. મીંઠુ સ્વાદમુજબ

સૂચનાઓ

  1. લીલા વટાણા ધોઈ લેવા.
  2. વટાણા ને મિક્સર મા પીસી લેવા.
  3. બેસન મા મીંઠુ, લીંબુના ફુલ અને હળદર મિક્સ કરો.
  4. હવે લીલા વટાણા પીસેલા મિક્સ કરો.
  5. હવે તેમા ૨.૫ કપ પાણી મિક્સ કરી ખીરુ તૈયાર કરવુ.
  6. હવે ખીરુ કડાઈ મા લઈને ગેસ ચાલુ કરી હલાવતા રહેવુ.
  7. જ્યા સુધી ખીરુ જાડુ થઈ જાય ત્યા સુધી હલાવતા રહેવુ.
  8. આ રીતે મિશ્રણ જાડુ થઈ જાય તો થોડુ થાળી પર પાથરીને જોઈ લેવુ. જો મિશ્રણ સહેલાઈથી નીકળી જાય તો સમજવુ કે ખાંડવી પાથરવા મિશ્રણ તૈયાર છે .
  9. હવે આ રીતે થાળી પર કે કુકીંગ સ્ટેન્ડ પર મિશ્રણ પાથરવુ.
  10. હવે થોડુ ઠંડુ થાય એટલે લાંબા લાંબા કપા કરી લેવા પછી આ રીતે ગોળાકાર રોલ બનાવી લેવા.
  11. આ રીતે રોલ કરી ખાંડવી બનાવી લેવી.
  12. લીલામરચા આ રીતે કાપી લેવા અને તલ લેવા.
  13. હવે વઘાર કરવા તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી લીલામરચા અને તલ નાખવા
  14. હવે કઢીલીમડો નાખવો. હવે વઘાર તૈયાર છે.
  15. હવે તૈયાર છે લીલા વટાણા ની ખાંડવી તેના પર તૈયાર કરેલ વઘાર રેડવો અને ઝીણી કાપેલી કોથમીર અને છીણેલા કોપરા થી સજાવી ને પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર