હોમ પેજ / રેસિપી / બ્રેડ ભેળ

Photo of Bread bhel by Dipika Ranapara at BetterButter
747
0
0.0(0)
0

બ્રેડ ભેળ

Aug-07-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ ભેળ રેસીપી વિશે

બ્રેડ ભેળ એ બ્રેડ ના ટૂકડા કે બ્રેડ ની કિનારી ના ટૂકડા અને વેજીટેબલ જેવા કે બફેલી મકાઇ, કેપ્સીકમ,કોબીજ, દહી, લીલી ચટણી,ભારતીય તેજાના, મેયોનિઝ નાખી બનાવેલી સ્વાદિષ્ટ વાનગી છે. ખૂબજ ઝડપ થી બનેલ સ્વાદિષ્ટ , ઇનોવેટીવ વાનગી ની રીત જોઈએ.

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • ભારતીય
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 બાઉલ બ્રેડ ના ટૂકડા કે બ્રેડ ની કિનારી ના ટૂકડા
  2. 2ટેબલ સ્પૂન તેલ
  3. ચપટી રાઇ
  4. ચપટી હિંગ
  5. ચપટી તલ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ટી સ્પૂન હળદર
  8. 1/2 ટી સ્પૂન લાલ મરચું
  9. 1/2 ટી સ્પૂન ખાંડ
  10. 1/4 ટી સ્પૂન લીંબુનો રસ
  11. 1 મધ્યમ ટેબલ સ્પૂન દહી
  12. 1ટી સ્પૂન લીલી ચટણી
  13. 1મધ્યમ ટેબલ સ્પૂન મેયોનિઝ

સૂચનાઓ

  1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો ત્યાર બાદ તલ નાખી ચટકવો.
  2. બ્રેડ ના ટૂકડા કે બ્રેડ ની કિનારી ના ટૂકડા નાખી બરાબર હલાવી લો .
  3. મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું, હળદર, ખાંડ, લીંબુનો રસ નાખી બરાબર હલાવી લો .
  4. થોડી થોડી વારે હલાવતા રહો અને ગેસ બંધ કરી દો.
  5. હવે કાચા ઝીણા સમારેલા શાક જેવા કે કોબીજ, કેપ્સીકમ અને બાફેલી મકાઇ નાખી બરાબર હલાવી લો .
  6. દહી, મેયોનિઝ, લીલી ચટણી નાખી બરાબર હલાવી લો .
  7. એકદમ સ્વાદિષ્ટ ભેળ તૈયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર