Open in app

પરવળ ની મિઠાઈ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  2 people
Hetal Sevalia7th Aug 2018

Parval Ki Mithai ના વિશે

Ingredients to make Parval Ki Mithai in gujarati

  • 6-7 નંગ પરવળ
  • 1 કપ સુગર
  • 3/4 કપ પાણી
  • 1 કપ મોળો માવો
  • 1/2 કપ દળેલી સુગર
  • 100 ગ્રામ મિક્સ ડ્રાયફ્રુટ નો અધકચરો ભૂકો
  • 1/2 ટી.સ્પૂન એલચી પાવડર
  • સજાવટ માટે :
  • ચાંદીની વરખ
  • ચેરી
  • ડ્રાયફ્રુટ

How to make Parval Ki Mithai in gujarati

  1. પરવળ ને છોલીને તેમાં ચીરો પાડી અંદર નો ગર કાઢી લો.પરવળ તૂટી ના જાય તે રીતે અંદર નો ગર કાઢી લો.
  2. હવે એક પેનમાં પાણી લઈ ઉકાળો. ઉકળવા લાગે એટલે 5 મિનિટ માટે પરવળ ને ઉકાળો.હવે પરવળ ને તેમાં જ 10 મિનિટ માટે છોડી દો. ઈચ્છા હોય તો પાણી માં ગ્રીન કલર ઉમેરી શકાય છે.હવે તેને નિતારી લો.
  3. હવે એક પેનમાં ખાંડ અને પાણી લો.ખાંડ ઓગળી જાય એટલે પરવળ તેમાં ઉમેરી ચઢવા દો.કલર બદલાય અને એક તાર ની ચાસણી થાય એટલે નીચે ઉતારી 1 કલાક રહેવા દો અને કલાક પછી નિતારી લો.
  4. હવે એક પેનમાં માવો લઈ 2 મિનિટ સાતળો. ત્યારબાદ સુગર પાવડર ઉમેરી સાતળો. પછી નટ્સ નો ભૂકો, એલચી પાવડર ઉમેરી અને ઘી છૂટે એટલે ઉતારી ને ઠંડુ પાડો.
  5. પરવળ માં સાચવીને માવાનુ સ્ટફિંગ ભરી લો પછી તેના પર વરખ લગાવો. ઉપર થી નટ્સ અને ચેરી મૂકી સવૅ કરો.

Reviews for Parval Ki Mithai in gujarati (0)

No reviews yet.

Recipes similar to Parval Ki Mithai in gujarati

  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • અડદ ની દાળ

    5 likes
  • અડદ ની દાળ

    1 likes
  • પંજાબી પરવળ

    1 likes