હોમ પેજ / રેસિપી / પાલક કોર્ન બિરયાની

Photo of Palak corn briyani by Devi Amlani at BetterButter
421
1
0.0(0)
0

પાલક કોર્ન બિરયાની

Aug-07-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક કોર્ન બિરયાની રેસીપી વિશે

પાલક કોર્ન બિરયાની ખૂબ જ હેલ્ધી ડિશ છે સામાન્ય રીતે રાત્રીના ભોજનમાં આરીફ બનાવાય છે તે દહીં સાથે અથવા તો રાયતા સાથે લઈ શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • પંજાબી
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 બાઉલ પાલકની ગ્રેવી
  2. 1 કપ બાફેલા મકાઈના દાણા
  3. 1 કપ લીલા વટાણા
  4. 1 કપ સમારેલી ઝીણી ડુંગળી
  5. 1 કપ ઝીણા સમારેલા ટામેટા
  6. 2 કપ બાસમતી ચોખા
  7. 1ચમચી કસુરી મેથી
  8. 1 ચમચી લીલા આદુ-મરચાની પેસ્ટ
  9. 2 ચમચી મિલ્ક પાઉડર
  10. 1 ચમચી મલાઈ
  11. 1 ચમચી ગરમ મસાલો
  12. સ્વાદ પ્રમાણે મીઠું
  13. 3 ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈને પલાળી ને એક બાજુ રાખી દો
  2. હવે આ ચોખાને એક કડાઈમાં મીઠું નાખી બાફી લો. ચોખાનો દાણો સહેજ કડક રહે એ રીતે રાંધવા
  3. હવે એક નોનસ્ટિક કડાઈમા તેલ લો.હવે હવે તેમાં કસુરી મેથી આદુ-મરચાની પેસ્ટ નાખી હલાવો ત્યારબાદ ડુંગળી અને ટામેટાં નાખી સહેજ થવા દો
  4. હવે તેમાં પાલકની ગ્રેવી નાખી ઉકળવા દો હવે તેમાં મીઠું નાખો ત્યારબાદ રાંધેલા ચોખા નાખો અને ઉપરથી બાફેલા મકાઈના દાણા અને લીલા વટાણા નાખી ઢાંકી દો
  5. પાંચથી દસ મિનિટ પછી ઢાંકણું ખોલો હવે તેમાં મલાઈ અને મિલ્ક પાવડર નાખી હલાવી લો
  6. સૌથી છેલ્લે તેમાં ગરમ મસાલો નાખો
  7. આ રીતે પાલક કોર્ન બિરયાની તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર