હોમ પેજ / રેસિપી / પાઈનેપલ શ્રીખંડ કોન

Photo of Pinapple shrikhand cone by Urvashi Belani at BetterButter
819
2
0.0(0)
0

પાઈનેપલ શ્રીખંડ કોન

Aug-07-2018
Urvashi Belani
300 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાઈનેપલ શ્રીખંડ કોન રેસીપી વિશે

આ રેસિપી માં કુકીઝ ના લોટ માંથી કોન બનાવી બેક કર્યું છે અને અંદર પાઈનેપલ ફ્લેવર નું શ્રીખંડ નાખી સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. શ્રીખંડ બનાવવા માટે:
  2. 5 કપ દહીં
  3. 10 ચમચી પીસેલી ખાંડ
  4. 1/4 કપ પાઈનેપલ પલ્પ
  5. ચપટી પીળો રંગ
  6. 2 - 3 ટીપાં પાઈનેપલ એસેન્સ
  7. કોન બનાવવા માટે:
  8. 100 ગ્રામ મેંદો
  9. 60 ગ્રામ માખણ
  10. 30 ગ્રામ પીસેલી ખાંડ
  11. 20 મીલી લીટર દૂધ
  12. કેરેમલ સોસ:
  13. 50 ગ્રામ ખાંડ
  14. 25 ગ્રામ ફ્રેશ ક્રીમ

સૂચનાઓ

  1. શ્રીખંડ બનાવવા માટે એક વાટકા ની ઉપર છાણી મુકો, તેના પર મુલાયમ કપડું મૂકી, ધી નાખો અને 4-5 કલાક ફ્રીઝ માં મૂકી દો.
  2. દહીં માંથી બધું પાણી નીકળી જાય અને મઠો બની જાય ત્યારે તેમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરો.
  3. ખાંડ અને મઠો બરાબર મિક્ષ થઈ જાય ત્યારે તેમાં પાઈનેપલ પલ્પ, કલર અને એસેન્સ નકગી મિક્સ કરી ફ્રીઝ માં ઠંડુ થવા મૂકી દો.
  4. કોન બનાવવા માટે મેંદા માં ખાંડ,માખણ અને દૂધ નાખી લોટ બાંધો.
  5. આ લોટ માંથી એક લોઈ લઈ રોટલી વણો, પછી તેની લાંબી પટ્ટીઓ કાપો.
  6. કોન મોલ્ડ લઈ તેના પર આ પટ્ટીઓ જમાવો.
  7. હવે પ્રિહિટ ઓવન માં 180 ડિગ્રી પર 20-25 મિનિટ સુધી બેક કરો.
  8. કેરેમલ સોસ બનાવવા માટે ખાંડ ને નોનસ્ટિક વાસણ માં ગરમ કરવા મુકો.
  9. ખાંડ જ્યારે ઓગળે ત્યારે ગેસ બન્દ કરી દો અને ફ્રેશ ક્રીમ ધીમે થઈ નાખી બરાબર મિક્ષ કરી દો.
  10. સર્વ કરવા માટે કોન ની અંદર શ્રીખંડ નાખી ઉપર કેરેમલ સોસ રેડી ચેરી લગાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર