હોમ પેજ / રેસિપી / ઓટ્સ ઈડલી

Photo of Oats Idli by Rani Soni at BetterButter
761
1
0.0(0)
0

ઓટ્સ ઈડલી

Aug-07-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓટ્સ ઈડલી રેસીપી વિશે

ઓટ્સ ઈડલી અે ઝડપી બની જતો નાસ્તો છે.જે ખાવા માં સારી લાગે છે. જે ફાઇબર થી ભરપૂર છે. ઓટને ખાવા થી તરત જ ઊર્જા આવે છે, અને તમારી સ્થૂળતા વધતી નથી કારણ કે તે લાંબા સમય સુધી તમારા પેટને સંપૂર્ણ ભરેલું રાખે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પીસવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ ઓટસ
  2. 1/2 કપ રવો
  3. 1 કપ દહીં
  4. 1 કપ પાણી
  5. 1/2 ચમચી રાઈ
  6. 1/2 ચમચી જીરું
  7. 1/2 ચમચી અડદ દાળ
  8. 1/2 ચમચી ચણા દાળ
  9. 1/2 ચમચી કાળા મરીયા પાવડર
  10. 1/2 ચમચી હળદર
  11. 2 ચમચી તેલ
  12. 1/2 ચમચી બેકિંગ સોડા
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 5-6 કઢીના પાંદડા
  15. 1 કપ કોથમીર દહીં ચટણી

સૂચનાઓ

  1. 2 મિનિટ માટે ઓટ ને શેકી લો
  2. મિકસર માં પિસી લો
  3. અેક પેન માં 2 ચમચી તેલ ગરમ કરો
  4. તેમાં રાઈ, જીરું, અડદ દાળ, ચણા દાળ ઉમેરો
  5. સાંતળો
  6. સૂજી ઉમેરો
  7. હળદર ઉમેરો અને 2 મિનિટ સુધી સાંતળો
  8. ગેસ બંધ કરો
  9. મિશ્રણ સંપૂર્ણપણે ઠંડું કરો
  10. મિશ્રણ ઠંડું થાય અેટલે મિશ્રણ માં ઓટ પાવડર અને મીઠું ઉમેરો
  11. કાળા મરયા પાવડર, દહીં ઉમેરો
  12. 1 કપ પાણી ઉમેરો જરૂર હોય તો વધારે પાણી ઉમેરો અને સારી રીતે મિશ્રણ કરો
  13. હવે 10 મિનિટ માટે સાઈડ માં મૂકો
  14. હવે સોડા ઉમેરતા પહેલા મિશ્રણ મિકસ કરો
  15. મિશ્રણ માં સોડા ઉમેરો
  16. તેલ લગાઈ ઇડલી મોલ્ડ માં મિશ્રણ રેડો
  17. ઇડલી મેકર માં ઇડલી બનાવો 10 મિનિટ પછી ગેસ બંધ કરો
  18. 5 મિનિટ પછી ઇડલી મોલ્ડ માંથી ઇડલી કાઢી
  19. કઢીના પાંદડાથી સુશોભન કરો ચટણી સાથે ગરમ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર