Open in app

પાલક ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar7th Aug 2018

Paalak khichdi ના વિશે

Ingredients to make Paalak khichdi in gujarati

  • ચોખા ૧/૨ કપ
  • મગ ની દાળ ૧/૨ કપ
  • પાલક ૨ કપ(સમારેલી)
  • આદુ,મરચા, લસણ નું પેસ્ટ ૧ ટેબલ સ્પૂન
  • ઘી ૨ ટેબલ સ્પૂન
  • ડુંગળી ૧
  • ટામેટા ૧
  • મીઠું સ્વાદાનુસાર
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
  • વઘાર માટે:
  • ઘી ૧ ટેબલ સ્પૂન
  • જીરું ૧ ટી સ્પૂન
  • હિંગ ૧/૪ ટી સ્પૂન
  • તજ ૧ ટુકડો
  • લવિંગ ૪
  • સુક્કા લાલ મરચા ૨
  • કરી પત્તા ૧ દાંડી
  • લસણ ૮-૧૦ કળી

How to make Paalak khichdi in gujarati

  1. ચોખા અને દાળ ને ધોઈને ૩૦ મિનિટ પલાળી દો.
  2. પછી કૂકર માં પાણી નિતારી ને નાખો.૨ કપ પાણી ઉમેરો.હળદર ને મીઠું પણ ઉમેરો.
  3. કૂકર બેન્ડ કરીને ૩-૪ સીટી લઇ લો.કૂકર ઠંડુ થાય એટલે ખોલો.ખીચડી તૈયાર હશે.
  4. પાલક ને ધોઈને સમારી લો.પછી મિક્સર માં પ્યુરી બનાવો.પાણી ૧-૨ ચમચી નાખવું.
  5. એક પેન માં ઘી નાખો.ગરમ થાય એટલે આદુ,મરચા લસણ નું પેસ્ટ નાખો.
  6. એક મિનિટ સાંતળીને જીણી સમાંરેલી ડુંગળી નાખો.
  7. ૧-૨ મિનિટ પછી ટામેટા ઉમેરો.
  8. ટામેટા ચડી જાય એટલે પાલક ની પ્યુરી ઉમેરો.
  9. ૩-૪ મિનિટ ચડવા દો.મીઠું ને ગરમ મસાલો ઉમેરો.એક કપ પાણી ઉમેરો.
  10. ખીચડી ઉમેરો.સરસ મિક્સ કરો અને ધીમા તાપે ૩-૪ મિનિટ ચડવા દો એટલે બધું એકરસ થઈ જાય.
  11. હવે વઘાર માટે નાનું પેન લો અને એમાં એક ટેબલ સ્પૂન ઘી નાખો.
  12. જીરું ઉમેરો.
  13. પછી તાજ,લવિંગ,લાલ મરચાં ઉમેરો.
  14. હિંગ ઉમેરો અને બારીક સમારેલું લસણ નાખો.કરી પત્તા પણ ઉમેરો.
  15. વઘાર ને ૧ મિનિટ સાંતળો.
  16. આ વઘાર પાલક ખીચડી માં ઉમેરો અને બધું મિક્સ કરી દો.
  17. ગરમાગરમ પાલક ખીચડી,પાપડ,દહીં સાથે પીરસો.

Reviews for Paalak khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paalak khichdi in gujarati

  • ખીચડી

    1 likes
  • પાલક કઢી

    4 likes
  • પાલક ચાટ

    4 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    12 likes
  • પાલક પનીર

    4 likes