હોમ પેજ / રેસિપી / પાલક ખીચડી

Photo of Paalak khichdi by Dr.Kamal Thakkar at BetterButter
1
2
0(0)
0

પાલક ખીચડી

Aug-07-2018
Dr.Kamal Thakkar
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ખીચડી રેસીપી વિશે

ખુબજ પૌષ્ટિક ખીચડી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખા ૧/૨ કપ
  2. મગ ની દાળ ૧/૨ કપ
  3. પાલક ૨ કપ(સમારેલી)
  4. આદુ,મરચા, લસણ નું પેસ્ટ ૧ ટેબલ સ્પૂન
  5. ઘી ૨ ટેબલ સ્પૂન
  6. ડુંગળી ૧
  7. ટામેટા ૧
  8. મીઠું સ્વાદાનુસાર
  9. હળદર ૧/૨ ટી સ્પૂન
  10. ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
  11. વઘાર માટે:
  12. ઘી ૧ ટેબલ સ્પૂન
  13. જીરું ૧ ટી સ્પૂન
  14. હિંગ ૧/૪ ટી સ્પૂન
  15. તજ ૧ ટુકડો
  16. લવિંગ ૪
  17. સુક્કા લાલ મરચા ૨
  18. કરી પત્તા ૧ દાંડી
  19. લસણ ૮-૧૦ કળી

સૂચનાઓ

  1. ચોખા અને દાળ ને ધોઈને ૩૦ મિનિટ પલાળી દો.
  2. પછી કૂકર માં પાણી નિતારી ને નાખો.૨ કપ પાણી ઉમેરો.હળદર ને મીઠું પણ ઉમેરો.
  3. કૂકર બેન્ડ કરીને ૩-૪ સીટી લઇ લો.કૂકર ઠંડુ થાય એટલે ખોલો.ખીચડી તૈયાર હશે.
  4. પાલક ને ધોઈને સમારી લો.પછી મિક્સર માં પ્યુરી બનાવો.પાણી ૧-૨ ચમચી નાખવું.
  5. એક પેન માં ઘી નાખો.ગરમ થાય એટલે આદુ,મરચા લસણ નું પેસ્ટ નાખો.
  6. એક મિનિટ સાંતળીને જીણી સમાંરેલી ડુંગળી નાખો.
  7. ૧-૨ મિનિટ પછી ટામેટા ઉમેરો.
  8. ટામેટા ચડી જાય એટલે પાલક ની પ્યુરી ઉમેરો.
  9. ૩-૪ મિનિટ ચડવા દો.મીઠું ને ગરમ મસાલો ઉમેરો.એક કપ પાણી ઉમેરો.
  10. ખીચડી ઉમેરો.સરસ મિક્સ કરો અને ધીમા તાપે ૩-૪ મિનિટ ચડવા દો એટલે બધું એકરસ થઈ જાય.
  11. હવે વઘાર માટે નાનું પેન લો અને એમાં એક ટેબલ સ્પૂન ઘી નાખો.
  12. જીરું ઉમેરો.
  13. પછી તાજ,લવિંગ,લાલ મરચાં ઉમેરો.
  14. હિંગ ઉમેરો અને બારીક સમારેલું લસણ નાખો.કરી પત્તા પણ ઉમેરો.
  15. વઘાર ને ૧ મિનિટ સાંતળો.
  16. આ વઘાર પાલક ખીચડી માં ઉમેરો અને બધું મિક્સ કરી દો.
  17. ગરમાગરમ પાલક ખીચડી,પાપડ,દહીં સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર