હોમ પેજ / રેસિપી / ફણગાવેલા મગ અને ઓટ્સ ડોસા

Photo of Sprout oats dosa by Urvashi Belani at BetterButter
597
2
0.0(0)
0

ફણગાવેલા મગ અને ઓટ્સ ડોસા

Aug-07-2018
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણગાવેલા મગ અને ઓટ્સ ડોસા રેસીપી વિશે

આ રેસીપી માં ફણગાવેલા મગ નું સ્ટફિંગ બનાવી તેને ઓટ્સ ના ડોસા માં નાખી લિલી કોથમીર ની ચટણી સાથે સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • દક્ષિણ ભારતીય
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ડોસા માટે:
  2. 1 કપ ઓટ્સ
  3. 1/4 કપ અડદ ની દાળ
  4. સ્વાદાનુસાર નમક
  5. સ્ટફિંગ માટે:
  6. 1 કપ ફણગાવેલા મગ
  7. 1 કપ બારીક કાપેલા મિક્સ શાકભાજી( સિમલા મિર્ચ,ગાજર,વટાણા વગેરે)
  8. 2 ચમચા તેલ
  9. 1 બારીક કાપેલી ડુંગળી
  10. 1 ચમચી વાટેલા આદુ મરચા
  11. 1/2 ચમચી લાલ મરચું
  12. 1/2 ચમચી હળદર
  13. 1/4 ચમચી ગરમ મસાલો
  14. સ્વાદાનુસાર નમક
  15. 1/2 લીંબુ નો રસ
  16. કોથમીર

સૂચનાઓ

  1. ડોસા માટે ઓટ્સ ,અડદ ની દાળ અને નમક નાખી મિક્સર માં પીસી પાવડર બનાવો.
  2. આ મિશ્રણ માં પાણી નાખી એક પણ ગુટલી ના રહે તેવું ડોસા નુ ખીરું બનાવી 20 મિનિટ રહેવા દો.
  3. સ્ટફિંગ માટે તેલ ગરમ કરી ડુંગળી નાખી વાટેલા આદુ મરચા નાખો.
  4. બધા શાકભાજી નાખી 2 મિનિટ સાંતળો.
  5. ફણગાવેલા મગ અને બધા મસાલા ,લીંબુનો રસ નાખી 2 મિનિટ ઢાંકી ને ધીમી આંચ પર રાખો.
  6. કોથમીર નાખી મિક્સ કરો.
  7. ડોસા તવા પર થોડું તેલ લગાવી ઓટ્સ નું ખીરું પાથરી ડોસા બનાવી વચ્ચે સ્ટફિંગ ભરી લિલી ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર