ગ્રીન ઉપમા | Green Upma Recipe in Gujarati

ના દ્વારા Solanki Minaxi  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Green Upma by Solanki Minaxi at BetterButter
ગ્રીન ઉપમાby Solanki Minaxi
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    4

    લોકો

4

0

ગ્રીન ઉપમા વાનગીઓ

ગ્રીન ઉપમા Ingredients to make ( Ingredients to make Green Upma Recipe in Gujarati )

  • કોથમીર ની પેસ્ટ બનાવવા માટે:-
  • ૧ કપ કોથમીર
  • ૨ ટી સ્પૂન લીલા મરચા
  • ૧ ટી સ્પૂન લીંબુનો રસ
  • ૧ ટી સ્પૂન ખાંડ
  • ઉપમા બનાવવા માટે:-
  • ૪ ટેબલસ્પૂન તેલ
  • ૧/૨ ટી સ્પૂન રાઈ
  • ૧/૨ ટી સ્પૂન જીરું
  • ૧ ટી સ્પૂન સુધારેલા લીલા મરચાં
  • ૧ ટી સ્પૂન મીઠો લીમડો
  • ૨ ટી સ્પૂન અડદની દાળ
  • ૨ ટેબલસ્પૂન સુમારેલી ડુંગળી
  • ૨ ટેબલસ્પૂન બાફીને સમારેલા બટેટા
  • ૨ ટેબલસ્પૂન બાફેલા વટાણા
  • ૨ ટેબલસ્પૂન સમારેલું કેપ્સીકમ
  • ૩/૪ કપ સોજી
  • ૨ કપ ગરમ પાણી
  • મીઠું સ્વાદાનુસાર
  • સજાવવા માટે:-
  • કાજૂ જરૂર મુજબ
  • વટાણા ૨ ચમચી
  • કેપ્સીકમ ૧ ચમચી

How to make ગ્રીન ઉપમા

  1. કોથમીરની પેસ્ટ બનાવવા માટે:-
  2. મિક્સર જાર માં કોથમીર, લીલા મરચા, લીંબુનો રસ અને ખાંડ ને ક્રશ કરી ચટણી બનાવવી.
  3. ઉપમા બનાવવા માટે:-
  4. તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરવો.
  5. તેમાં સુધારેલું મરચું, લીમડો અને અડદ દાળ નાખી ૧ મિનિટ શેકી લેવુ.
  6. પછી તેમાં લીલી ચટણી નાખી ૨ મિનિટ સાંતળો.
  7. પછી તેમાં ડુંગળી, બટાકા, વટાણા, કેપ્સીકમ નાખી મિક્સ કરી લેવું.
  8. સોજી નાખી મિક્સ કરી થોડીકવાર શેકી લેવુ.
  9. ત્યારબાદ ગરમ પાણી અને મીઠું નાખી હલાવી લો, પાણી શોષાઈ જાય ત્યાં સુધી ચઢવા દેવુ.
  10. ગેસ બંધ કરી બાઉલ માં કાઢી લેવુ.
  11. હવે કાજુ, લીલા વટાણા અને કેપ્સીકમ થી સજાવી પીરસો.

Reviews for Green Upma Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો