હોમ પેજ / રેસિપી / ગ્રીન ઉપમા

Photo of Green Upma by Solanki Minaxi at BetterButter
1088
5
0.0(0)
0

ગ્રીન ઉપમા

Aug-07-2018
Solanki Minaxi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન ઉપમા રેસીપી વિશે

આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • એકલા
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કોથમીર ની પેસ્ટ બનાવવા માટે:-
  2. ૧ કપ કોથમીર
  3. ૨ ટી સ્પૂન લીલા મરચા
  4. ૧ ટી સ્પૂન લીંબુનો રસ
  5. ૧ ટી સ્પૂન ખાંડ
  6. ઉપમા બનાવવા માટે:-
  7. ૪ ટેબલસ્પૂન તેલ
  8. ૧/૨ ટી સ્પૂન રાઈ
  9. ૧/૨ ટી સ્પૂન જીરું
  10. ૧ ટી સ્પૂન સુધારેલા લીલા મરચાં
  11. ૧ ટી સ્પૂન મીઠો લીમડો
  12. ૨ ટી સ્પૂન અડદની દાળ
  13. ૨ ટેબલસ્પૂન સુમારેલી ડુંગળી
  14. ૨ ટેબલસ્પૂન બાફીને સમારેલા બટેટા
  15. ૨ ટેબલસ્પૂન બાફેલા વટાણા
  16. ૨ ટેબલસ્પૂન સમારેલું કેપ્સીકમ
  17. ૩/૪ કપ સોજી
  18. ૨ કપ ગરમ પાણી
  19. મીઠું સ્વાદાનુસાર
  20. સજાવવા માટે:-
  21. કાજૂ જરૂર મુજબ
  22. વટાણા ૨ ચમચી
  23. કેપ્સીકમ ૧ ચમચી

સૂચનાઓ

  1. કોથમીરની પેસ્ટ બનાવવા માટે:-
  2. મિક્સર જાર માં કોથમીર, લીલા મરચા, લીંબુનો રસ અને ખાંડ ને ક્રશ કરી ચટણી બનાવવી.
  3. ઉપમા બનાવવા માટે:-
  4. તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરવો.
  5. તેમાં સુધારેલું મરચું, લીમડો અને અડદ દાળ નાખી ૧ મિનિટ શેકી લેવુ.
  6. પછી તેમાં લીલી ચટણી નાખી ૨ મિનિટ સાંતળો.
  7. પછી તેમાં ડુંગળી, બટાકા, વટાણા, કેપ્સીકમ નાખી મિક્સ કરી લેવું.
  8. સોજી નાખી મિક્સ કરી થોડીકવાર શેકી લેવુ.
  9. ત્યારબાદ ગરમ પાણી અને મીઠું નાખી હલાવી લો, પાણી શોષાઈ જાય ત્યાં સુધી ચઢવા દેવુ.
  10. ગેસ બંધ કરી બાઉલ માં કાઢી લેવુ.
  11. હવે કાજુ, લીલા વટાણા અને કેપ્સીકમ થી સજાવી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર