હોમ પેજ / રેસિપી / આલુ પનીર નેસ્ટ કટલેટ

Photo of Potato paneer nest cutles by Devi Amlani at BetterButter
753
0
0.0(0)
0

આલુ પનીર નેસ્ટ કટલેટ

Aug-07-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ પનીર નેસ્ટ કટલેટ રેસીપી વિશે

આ કટલેટ પક્ષીના માળા જેવો શેઇપ આપીને બનાવેલી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ બટાકા
  2. 100 ગ્રામ પનીર
  3. 1 વાટકી કોર્ન ફ્લોર
  4. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચી મરચું પાવડર
  6. 1 ચમચી મીઠુ
  7. 1 ચમચી લીંબુનો રસ
  8. 1 વાટકી વર્મીસેલી સેવ
  9. 1 ચમચી ગરમ મસાલો
  10. તળવા માટે તેલ
  11. સમારેલી ધાણા ભાજી

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટાકાને બાફીને મેશ કરી લો ત્યારબાદ તેમાં પનીર ખમણી ને નાખો
  2. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ મીઠું લીંબુનો રસ અને મરચું પાઉડર ગરમ મસાલો ધાણા ભાજી મિક્સ કરો
  3. હવે તેને ગોળ પેટીસ જેવો શેપ આપી દેવો
  4. હવે એક વાટકીમાં કોર્નફ્લોર અને એક ચમચી પાણી નાખી પેસ્ટ બનાવો
  5. હવે પેટિસને કોર્ન ફ્લોર ની પેસ્ટમાં માં રગદોળો
  6. ત્યારબાદ વર્મીસેલી સેવમાં રગદોળો
  7. હવે પક્ષીના મારા જેવો શેપ આપી અને થોડીવાર માટે ફ્રિઝમાં રાખો
  8. દસ મિનિટ પછી ફ્રીઝમાંથી કાઢી ગરમ તેલમાં તળી લો
  9. તળાઈ જાય પછી વચ્ચે પનીરની નાની ગોળી બનાવી અને ધાણા ભાજી થી ગાર્નીશ કરો
  10. આ રીતે આલુ પનીર નેસ્ટ કટલેસ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર