Magash ના વિશે
Ingredients to make Magash in gujarati
- ૨૫૦ ગ્રામ ચણા નો જાડો લોટ
- ૨૫૦ ગ્રામ ઘી
- ૨૫૦ ગ્રામ બૂરું ખાંડ
- થોડુંક દૂધ
- ૧ ચમચી ઇલાયચી પાઉડર
- ૧ ચમચો કાજુ બદામ ની કાતરી
- ૧ ચમચી ચારોળી
How to make Magash in gujarati
- ઘી અને દૂધ ગરમ કરી ચણા ના લોટ મા નાખી સહેજ થપથપાવવુ. (ધાબુ દેવુ). પછી તેને ઘઉં ચાળવાના ચાળણા થી ચાળવું.
- કડાઈ મા ઘી મૂકી ગરમ થાય એટલે ચણા ના લોટ ને નાખી તેને હલાવવો. થોડો લાલાશ પડતો શેકાય જાય એટલે તેને ઉતારી લો.
- ઠંડુ થાય એટલે બૂરું ખાંડ અને ઈલાયચી પાઉડર મિક્સ કરવો.
- હવે તેને થાળી મા ઠારી દેવો. તેના પર કાજુ બદામ ની કાતરી અને ચારોળી થી સજાવવું.
- હવે મગસ તૈયાર છે તેને તમારા મનગમતા આકાર મા કટકા કરી પીરસવું.
Reviews for Magash in gujarati
No reviews yet.
Recipes similar to Magash in gujarati
મગસ
3 likes
મગસ
4 likes
મગસ (મગદળ)
4 likes
મગસ ની લાડવી
1 likes