BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પત્તાગોબી નો રોલ ટામેટા ની ગ્રેવી સાથે

Photo of Cabbage roll in tomato grevy by Urvashi Belani at BetterButter
0
1
0(0)
0

પત્તાગોબી નો રોલ ટામેટા ની ગ્રેવી સાથે

Aug-07-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પત્તાગોબી નો રોલ ટામેટા ની ગ્રેવી સાથે રેસીપી વિશે

આ રેસીપી માં પત્તાગોબી ના સ્ટફ્ડ રોલ બનાવી ટામેટા ની ગ્રેવી સાથે સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. 4-5 પત્તાગોબી ના પાન
  2. સ્ટફિંગ માટે:
  3. 2 બાફેલા બટાકા
  4. 1/4કપ બાફેલા લીલા વટાણા
  5. 1/2 ચમચી રાઇ
  6. 1/2 ચમચી જીરું
  7. 1/2 ચમચી વરિયાળી
  8. 1/2 ચમચી તલ
  9. 1/2 ચમચી હિંગ
  10. 2 લીલા મરચા
  11. સ્વાદાનુસાર નમક
  12. 1/2 ચમચી લાલ મરચું
  13. 1/4 ચમચી હળદર
  14. 1/2 ચમચી ચાટ મસાલો
  15. 1/2 ચમચી ગરમ મસાલો
  16. કોથમીર
  17. 1/2 લીંબુ નો રસ
  18. ટામેટા ની ગ્રેવી માટે:
  19. 2 ચમચા તેલ
  20. 3 ટામેટા
  21. 1 ડુંગળી
  22. 1 ચમચી વાટેલા આદુ લસણ મરચા
  23. 1 ચમચી લાલમરચુ
  24. 1 ચમચી ધાણા પાવડર
  25. 1/2 ચમચી હળદર
  26. 1/2 ચમચી ગરમ મસાલો
  27. 1/2 ચમચી જીરું પાવડર
  28. સ્વાદાનુસાર નમક
  29. 1 ચમચો માખણ

સૂચનાઓ

  1. પત્તાગોબી ના પાન ને ઉકળતા પાણી માં નાખી ગેસ બંધ કરી દો. 5 મિનિટ પછી પાન ને પાણી માંથી કાઢી દો.
  2. સ્ટફિંગ માટે તેલ ગરમ કરી જીરું, રાઈ, હિંગ,તલ,વરિયાળી અને લીલા મરચા નાખી બટાકા અને વટાણા નાંખો.
  3. બધા મસાલા ,કોથમીર લીંબુ નો રસ મિક્સ નાખી બરાબર મિક્ષ કરો.
  4. આ સ્ટફિંગ પત્તાગોબી ના પાન માં ભરી રોલ બનાવો.
  5. નોનસ્ટિક તવા પર આ રોલ ને ઘી લગાવી શેલો ફ્રાય કરો.
  6. ટામેટા ની ગ્રેવી માટે ટામેટા અને ડુંગળી ને મિક્સર મા પીસી લો.
  7. એક વાસણ માં તેલ ગરમ કરી ટામેટા ડુંગળી ની પેસ્ટ નાખો.
  8. વાટેલા આદુ લસણ મરચા નાખો.
  9. બધા મસાલા નાખી મિક્સ કરો.માખણ નાખો.
  10. જરૂરિયાત મુજબ પાણી નાખી 2 મિનિટ ધીમી આંચ પર રાખો.
  11. સર્વ કરતી વખતે સરવિંગ પ્લેટ માં ગ્રેવી નાખી ઉપર પટ્ટાગોબી નો રોલ મૂકી સર્વ કરી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર