હોમ પેજ / રેસિપી / ઢાબા સ્ટાઈલ દાળ તડકા

Photo of Dhaba Style Dal Tadaka by Bharti Khatri at BetterButter
513
3
0.0(0)
0

ઢાબા સ્ટાઈલ દાળ તડકા

Aug-07-2018
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઢાબા સ્ટાઈલ દાળ તડકા રેસીપી વિશે

તુવેર ની દાળ થી બનાવેલ આ દાળ ખૂબજ ટેસ્ટી અને પૌષ્ટિક છે. તેમા ડુંગળી, ટામેટા લસણ, મરચા, આદુ અને બધા સૂકા મસાલા મિક્સ કરી બનાવાય છે. આપ સૌને પણ ખુબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ તુવેર દાળ
  2. ૨ ડુંગળી ઝીણી કાપેલી
  3. ૨ ટામેટા ઝીણા કાપેલા
  4. ૧ -૨ લીલા મરચા ઝીણા કાપેલા
  5. ૧ ચમચો આદુ, લસણ વાટેલા
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  8. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  9. ૧ ચમચી ગરમ મસાલો
  10. ૧ ચમચી જીરું
  11. ચપટી હીંગ
  12. મીંઠુ સ્વાદમુજબ
  13. ૧ ચમચો ઘી

સૂચનાઓ

  1. તુવેર ની દાળ મા મીંઠુ અને હળદર મિક્સ કરી પાણી મિક્સ કરી બાફવા મૂકવી.
  2. કડાઈ મા ઘી ગરમ કરી તેમા જીરુ તતડાવી ચપટી હીંગ નાખવી.
  3. હવે તેમા ડુંગળી નાખી થોડી ગુલાબી થાય ત્યા સુધી સાંતળવી પછી તેમા આદુ લસણ વાટેલા નાખવા.
  4. ટામેટા અને લીલામરચા મરચા સાંતળવા.
  5. બધા સૂકા મસાલા મિક્સ કરી સાંતળવા.
  6. હવે બાફેલી દાળ મિક્સ કરવી.
  7. હવે થોડુ પાણી નાખીને ઉકળવા દેવુ.
  8. તૈયાર છે ગરમા ગરમ ઢાબા સ્ટાઈલ દાળ તડકા તેમા ઝીણી કાપેલી કોથમીર થી સજાવી જીરા રાઈસ અને પરાઠા સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર