હોમ પેજ / રેસિપી / ગ્રીન હાંડવો

Photo of Green Handvo  by jagruti's veg foods at BetterButter
483
0
0.0(0)
0

ગ્રીન હાંડવો

Aug-08-2018
jagruti's veg foods
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન હાંડવો રેસીપી વિશે

આ ગુજરાતી રેસીપી છે તેમાં મેં થોડું મારું ઇનોવેશન કરેલું છે ઓથેન્ટિક એ હાંડવા કુકરમાં બનાવવા મા આવે છે મે અહી કડાઈમાં બનાવ્યો છે ને બહુ જ પૌષ્ટિક છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • એકલા
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ રવો
  2. ૧/૨ કપ દહી
  3. ૧/૨ કપ પાલક પલ્પ
  4. ૧ લીલુ મરચું ઝીણું સમાંરેલું
  5. ૧ ઈંચ આદુનો ટુકડો ખમણેલ
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી મીઠુ (ટેસ્ટ પ્રમાણે)
  8. અડધા બાફેલા લીલા વટાણા ૧ મોટી ચમચી
  9. ૧ ચમચી ખાંડ
  10. અડધા બાફેલા ને ઝીણા સુધારેલા ગાજર ૧ મોટી ચમચી
  11. ૧ ચમચી લીંબુનો રસ
  12. ૮ થી ૧૦ લીમડાના પાન
  13. ૧ ચમચી તલ
  14. ૧ ચમચી રાઈ
  15. ૧ ચમચી જીરૂ
  16. ૧/૪ ચમચી હિંગ
  17. ૧/૪ ચમચી બેકિંગ સોડા
  18. જરૂરિયાત પ્રમાણે પાણી

સૂચનાઓ

  1. ૧ એક બાઉલમાં રવો નાખો પછી તેમાં દહીં ઉમેરો ૨ પછી તેમાં બધા શાકભાજી અને જે કાંઈ મસાલા લીધા છે તે બધા ઉમેરો ૩ પછી તે મિશ્રણને બરાબર મિક્સ કરી લો ૪ હવે તે મિશ્રણમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરો ૫ ઢોકળા જેવું બેટર તૈયાર કરો ૬ 10 મે ટેસ્ટ આપો ૭ ગેસ પર ગરમ કરવા કડાઈ મૂકો ૮ તેમાં એક મોટા ચમચા જેટલું તેલ નાખી ને રાઈ અને જીરું અને હિંગ અને મીઠો લીમડો અને તલ નાખી વઘાર તૈયાર કરો ૯ તૈયાર કરેલા વગર પર તૈયાર કરેલું ખીરું નાખી દો ૧૦ તેને ઢાંકી અને બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો એક બાજુ ક્રિસ્પી થઈ જાય પછી તેની સાઇડ પલટો અને બીજી બાજુ થોડો ક્રિસ્પી થવા દો ચપ્પુની મદદથી ચડી ગયું છે કે નહીં તે ચેક કરો ૧૧ બંને બાજુ ક્રિસ્પી થઈ જાય એટલે એને ગરમ ગરમ સર્વિંગ ડીશ માં સર્વ કરો આપણો હાંડવો તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર