હોમ પેજ / રેસિપી / ચણા બરજ

Photo of Chana Baraj by Mausami Modi at BetterButter
1072
2
0.0(0)
0

ચણા બરજ

Aug-08-2018
Mausami Modi
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચણા બરજ રેસીપી વિશે

આ એક ટ્રડીશનલ વાનગી છે. મારા દાદી આ વાનગી બનાવતા હતા અને હજી પણ મારા ઘરે બનાવે છે. આ વાનગી સ્પેશ્યલી ગોંડલ (state) ની વાનગી છે. આમાં એક કંઈક સ્પેશ્યલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા માટે :
  2. બાફેલા દેશી ચણા 1 cup
  3. ચણા નો લોટ 1 Tbsp
  4. તેલ 1 tbsp
  5. ખાંડ 1 tbsp
  6. લીંબુ નો રસ 1 tbsp
  7. હિંગ ચપટી
  8. હળદર પાવડર ચપટી
  9. લાલ મરચું પાવડર 2 tbsp
  10. ધાણાજીરું પાવડર 1 1/2 tbsp
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. બરજ માટે :
  13. પલાળેલા ચોખા 1 કપ
  14. પલાળેલી ચણા ની દાળ 1/4 cup
  15. હળદર પાવડર 1/2 tbsp
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ઘી 2 tbsp
  18. તજ નો ટુકડો
  19. લવિંગ 2 નંગ
  20. તજ -લવિંગ નો પાવડર 1/2 tbsp
  21. જીરું 1/2 tbsp
  22. લીમડા નાં પાન 5-6 નંગ
  23. ચણા નું પાણી બનાવા માટે :
  24. બાફેલા ચણા નું પાણી 2 કપ
  25. હળદર પાવડર ચપટી
  26. જીણું સમારેલું લીલું મરચું 1 tbsp
  27. ચણા નાં પાણી નાં વઘાર માટે :
  28. જીરું 1/2 tbsp
  29. લીમડા નાં પાન 6-7 નંગ હિંગ ચપટી
  30. ગાર્નિશિંગ માટે :
  31. કોથમીર 3 tbsp

સૂચનાઓ

  1. સૌ પ્રથમ આપણે ચણા બનાવીશું. ચણા માટે એક કડાઈ માં તેલ ઉમેરો.
  2. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરું, ચણા નો લોટ ઉમેરો અને ચણા નાં લોટ ને શેકી લો.
  3. હવે, લોટ સેકાઈ જાય ત્યાર બાદ તેમાં બાફેલા ચણા ઉમેરો.
  4. હવે તેમાં બધા રોજ -બરોજ નાં સૂકા મસાલા ઉમેરો, ત્યાર બાદ તેમાં ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો.
  5. ત્યાર બાદ ચણા ને 5 મિનિટ ખદખદ દો.
  6. તો તયાર છે ચણા.
  7. હવે, આપણે બરજ બનાવીશું.
  8. હવે એક કુકર માં ઘી ઉમેરો.
  9. ઘી ગરમ થઇ જાય તયાર બાદ તેમાં જીરું,હિંગ, તજ -લવિંગ અને તજ - લવિંગ નો પાવડર ઉમેરો.
  10. તયાર બાદ તેમાં પલાળેલા ચોખા અને દાળ ઉમેરો, તયાર બાદ તેમાં હળદર પાવડર અને મીઠું ઉમેરો.
  11. હવે કુકર નું ઢાંકણું બંધ કરી ને 2-3 વિસલ વગાડી ગેસ બંધ કરી દો.
  12. હવે એક તપેલી માં ચણા નું પાણી ઉમેરી ને ગેસ પર મૂકી દો.
  13. હવે તેમાં લીલું મરચું, હળદર પાવડર ઉમેરી ને ઉકળવા દો.
  14. હવે એક વાઘરીયા માં તેલ લો, હવે તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરું, લીમડા નાં પાન અને હિંગ ઉમેરો.
  15. અને હવે આ વઘાર ને ચણા નાં પાણી માં ઉમેરો અને 3-4 મિનીટ માટે ઉકળવા દો.
  16. હવે ચણા, બરજ અને ચણા નું પાણી ત્યાર છે. બધું કોથમીર વડે સજાવી લો. તો તૈયાર છે આપણી ટ્રેડિશનલ વાનગી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર