Open in app

ચણા બરજ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Mausami Modi8th Aug 2018

Chana Baraj ના વિશે

Ingredients to make Chana Baraj in gujarati

  • ચણા માટે :
  • બાફેલા દેશી ચણા 1 cup
  • ચણા નો લોટ 1 Tbsp
  • તેલ 1 tbsp
  • ખાંડ 1 tbsp
  • લીંબુ નો રસ 1 tbsp
  • હિંગ ચપટી
  • હળદર પાવડર ચપટી
  • લાલ મરચું પાવડર 2 tbsp
  • ધાણાજીરું પાવડર 1 1/2 tbsp
  • મીઠું સ્વાદ અનુસાર
  • બરજ માટે :
  • પલાળેલા ચોખા 1 કપ
  • પલાળેલી ચણા ની દાળ 1/4 cup
  • હળદર પાવડર 1/2 tbsp
  • મીઠું સ્વાદ અનુસાર
  • ઘી 2 tbsp
  • તજ નો ટુકડો
  • લવિંગ 2 નંગ
  • તજ -લવિંગ નો પાવડર 1/2 tbsp
  • જીરું 1/2 tbsp
  • લીમડા નાં પાન 5-6 નંગ
  • ચણા નું પાણી બનાવા માટે :
  • બાફેલા ચણા નું પાણી 2 કપ
  • હળદર પાવડર ચપટી
  • જીણું સમારેલું લીલું મરચું 1 tbsp
  • ચણા નાં પાણી નાં વઘાર માટે :
  • જીરું 1/2 tbsp
  • લીમડા નાં પાન 6-7 નંગ હિંગ ચપટી
  • ગાર્નિશિંગ માટે :
  • કોથમીર 3 tbsp

How to make Chana Baraj in gujarati

  1. સૌ પ્રથમ આપણે ચણા બનાવીશું. ચણા માટે એક કડાઈ માં તેલ ઉમેરો.
  2. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરું, ચણા નો લોટ ઉમેરો અને ચણા નાં લોટ ને શેકી લો.
  3. હવે, લોટ સેકાઈ જાય ત્યાર બાદ તેમાં બાફેલા ચણા ઉમેરો.
  4. હવે તેમાં બધા રોજ -બરોજ નાં સૂકા મસાલા ઉમેરો, ત્યાર બાદ તેમાં ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો.
  5. ત્યાર બાદ ચણા ને 5 મિનિટ ખદખદ દો.
  6. તો તયાર છે ચણા.
  7. હવે, આપણે બરજ બનાવીશું.
  8. હવે એક કુકર માં ઘી ઉમેરો.
  9. ઘી ગરમ થઇ જાય તયાર બાદ તેમાં જીરું,હિંગ, તજ -લવિંગ અને તજ - લવિંગ નો પાવડર ઉમેરો.
  10. તયાર બાદ તેમાં પલાળેલા ચોખા અને દાળ ઉમેરો, તયાર બાદ તેમાં હળદર પાવડર અને મીઠું ઉમેરો.
  11. હવે કુકર નું ઢાંકણું બંધ કરી ને 2-3 વિસલ વગાડી ગેસ બંધ કરી દો.
  12. હવે એક તપેલી માં ચણા નું પાણી ઉમેરી ને ગેસ પર મૂકી દો.
  13. હવે તેમાં લીલું મરચું, હળદર પાવડર ઉમેરી ને ઉકળવા દો.
  14. હવે એક વાઘરીયા માં તેલ લો, હવે તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરું, લીમડા નાં પાન અને હિંગ ઉમેરો.
  15. અને હવે આ વઘાર ને ચણા નાં પાણી માં ઉમેરો અને 3-4 મિનીટ માટે ઉકળવા દો.
  16. હવે ચણા, બરજ અને ચણા નું પાણી ત્યાર છે. બધું કોથમીર વડે સજાવી લો. તો તૈયાર છે આપણી ટ્રેડિશનલ વાનગી.

Reviews for Chana Baraj in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chana Baraj in gujarati

  • ચણા બરજ

    2 likes
  • પિંડી ચણા

    8 likes
  • મસાલા ચણા

    1 likes
  • ચણા નો લોટ

    1 likes
  • રસીલા ચણા ભાત

    5 likes
  • છોલે ચણા મસાલા

    3 likes