હોમ પેજ / રેસિપી / ફૂલકા રોટલી

Photo of Chapati by Hetal Shah at BetterButter
639
1
0.0(0)
0

ફૂલકા રોટલી

Aug-08-2018
Hetal Shah
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફૂલકા રોટલી રેસીપી વિશે

આમ તો દરેક ભારતીય ઘરો માં રોજ રોટલી તો બનતી જ હોય પણ ગુજરાતી ઘરો માં ફૂલકા રોટલી નું મહત્વ વધારે...દેશ નાં અન્ય જાતિ કરતા ગુજરાતીમાં રોટલી પતલી વણેલી , નરમ અને ફૂલી ને ફૂલકો થયેલી વધારે પ્રમાણ માં જોવા મળે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ કપ ઘઉં નો લોટ
  2. ચમચી તેલ નું મોણ
  3. પાણી લોટ બાંધવા પૂરતું
  4. ઘી રોટલી પર ચોપડવા

સૂચનાઓ

  1. ઘઉં નાં લોટ માં ચમચી તેલ નું મોણ નાખી પાણી થી લોટ બાંધો
  2. નરમ લોટ બાંધવો
  3. ૫ મિનિટ ઢાંકી રેહવા દો
  4. ગેસ પર લોઢી ધીમા તાપે મૂકો
  5. લોઢી પર ઘી ની વાટકી પણ ગરમ કરી લો રોટલી પર ચોપડવા
  6. નાનો લુવો લઈ ઘઉં નાં લોટ નાં અટામણ માં રગદોળી પાતળી રોટલી વણો
  7. ગરમ લોઢી પર ધીમા તપે એક બાજુ આછી સેકાવા દો
  8. બીજી બાજુ પણ સેકો
  9. હવે લોઢી ગેસ પર થી લઇ રોટલી ની પેહલી વાળી બાજુ સીધી ગેસ પર ગરમ કરો
  10. ફૂલકો થાય એટલે બીજી બાજુ જરાક જ વાર ગરમ થવા દો
  11. પછી તરત થાળી માં મૂકી ઘી લગાવો
  12. આજ રીતે બીજી રોટલી ઓ બનાવી એક પર બીજી મૂકતા જાવ.
  13. તૈયાર છે ગરમાગરમ ફૂલકા રોટલી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર