હોમ પેજ / રેસિપી / ગુલાબી ખાંડવી

Photo of Gulabi Khandvi by Jigisha Jayshree at BetterButter
884
2
0.0(0)
0

ગુલાબી ખાંડવી

Aug-08-2018
Jigisha Jayshree
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબી ખાંડવી રેસીપી વિશે

આ મારી ઈનોવેટિવ રેસીપી છે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ ચણાનો લોટ
  2. ૧ કપ ખાટું દહીં
  3. ૨ કપ બીટ નોં રસ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૨ નાની ચમચી આદુ અને મરચા નીં પેસ્ટ
  6. ૧ ચમચો તેલ
  7. ૧ નાની ચમચી રાઈ
  8. ૧ નાની ચમચી તલ

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ એક વાસણમાં દહી નાંખી ને ફેંટો.
  2. પછી તેમાં ચણાનો લોટ, મીઠું, બીટ નોં રસ અને આદુ મરચા નીં પેસ્ટ નાખી નેં ખૂબ હલાવો.
  3. હવે એક કુકર માં સ્ટેંડ મૂકો તેમાં ૨ ગ્લાસ પાણી નાંખો. હવે તેમાં પેસ્ટ વાળુ વાસણ નેં ઢાંકીને મુકો
  4. હવે કુકર નું ઢાકણ બંધ કરી ૮/૯ સીટી માં ચઢવા દો.
  5. પછી પેસ્ટ ને ડીસ માં એક નાંની ચમચી કાઢી ને લગાવી ઉખાડી જોવી.
  6. ઉખડી જાય તો ખાંડવી નોં લોટ તૈયાર છે.
  7. હવે એક મોટા ચમચા થી થાળી નીં ઉપર નીચે પાથરીને ઠંડુ થવા દો પછી રોલ બનાવી લો.
  8. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો.
  9. પછી તેમાં તલ અને હીંગ નાંખો હવે આ વઘાર ને ખાંડવી નીં ઉપર પાથરો.
  10. ખાંડવી તૈયાર છે તેની ઉપર બીટ ને છીણી ને સજાવી પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર