હોમ પેજ / રેસિપી / અચારી લચ્છા પરાઠા

Photo of Achari lachha Paratha by Rani Soni at BetterButter
460
1
0.0(0)
0

અચારી લચ્છા પરાઠા

Aug-08-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અચારી લચ્છા પરાઠા રેસીપી વિશે

અચારી લચ્છા પરાઠા અે આમ તો મેંદા માંથી બને છે પણ મે ઘઉંના લોટ માંથી બનાવ્યાં છે.આ પરાઠા બનાવવા થોડી ધીરજ ની જરૂર છે અને શેકતા કોઈ ઉતાવળ ના કરવી તો જ બરાબર શેકાશે અને પડ લચ્છા ના ખૂલશે.પરાઠા માં અચાર નો સ્વાદ અેટલો સારો લાગે છે કે તમારા ઘરે સહુ ને ચોકકસ થી ભાવશે તો તમે પણ તમારા રસોડે બનાવો અચારી લચ્છા પરાઠા .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ ઘઉંનો લોટ
  2. પંજાબી અચાર 2 ચમચી
  3. મીઠુ સ્વાદમુજબ
  4. 3 ચમચી તેલ

સૂચનાઓ

  1. લોટ માં મીઠું, 1 ચમચી તેલ નાખીને પાણી થી બાંધી લો
  2. બાંધેલા લોટને 15 મિનિટ સુધી ઢાંકીને મુકી દો
  3. ત્યારબાદ લોટને બીજીવાર હાથ વડે દબાવીને એક સરખો કરી લો
  4. ત્યારબાદ તેના લૂઆ બનાવી લો
  5. લૂઆને સૂકા લોટમાં લપેટીને જેટલો પાતળો વણી શકાય અેટલો પાતળો ગોળ પરાઠો વણી લો
  6. તેના પર 1 ચમચી પંજાબી અચાર લગાવીને સારી રીતે ફેલાવી દો
  7. ઉપરથી થોડો સૂકો લોટ ભભરાવી દો
  8. હવે કિનારાથી શરૂ કરીને પરાઠા ને લાંબી અને પાતળી પટ્ટીમાં કાપો
  9. હવે દરેક પટ્ટીને સાથે ભેગી કરી લો હવે તેને ગોળ ગોળ વાળી લો.
  10. અેક લૂઓ બનીને તૈયાર થશે
  11. ત્યારબાદ તેને હળવા હાથ થી વણી લો વેલણ વગર
  12. ધ્યાન રાખો કે તેના પડ બનેલા રહેવા જોઈએ.
  13. ધીમા તાપ પર તેલ લગાઈ સેંકી લો
  14. લચ્છા પરાઠા તૈયાર છે.તેને કોઈ પણ શાક સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર