Open in app

કાચી કેરી નાં નાચોસ સાથે પાકી કેરી સાલસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Mausami Modi8th Aug 2018

Raw Mango Nachos with Ripe Mango Salsa ના વિશે

Ingredients to make Raw Mango Nachos with Ripe Mango Salsa in gujarati

  • નાચોસ માટે :
  • મકાઈ નો લોટ 1 કપ
  • મેંદા નો લોટ 1/2 કપ
  • કાચી કેરી નું છીણ 1/2 કપ
  • કાચી કેરી નો રસ 1/2
  • ઓરેગાનો 2 tbsp
  • ચીલી ફ્લેક્સ 1 tbsp
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ 1 tbsp
  • તેલ (તળવા માટે )
  • સાલસા માટે :
  • પાકી કેરી સમારેલી 1 કપ
  • લાલ કેપ્સીકમ સમારેલું 1 કપ
  • ડુંગળી સમારેલી 1 કપ
  • કોથમીર સમારેલી 1/2
  • લીંબુ નો રસ 1 Tbsp
  • મીઠું સ્વાદ અનુસાર
  • ગાર્નિશિંગ માટે :
  • છીણેલું ચીઝ 1 કપ

How to make Raw Mango Nachos with Ripe Mango Salsa in gujarati

  1. સૌ પ્રથમ આપણે નાચોસ માટે લોટ બાંધીશુ. હવે એક વાસણ માં લોટ લો.
  2. ત્યાર બાદ તેમાં મીઠું, ઓરેગાનો, ચીલ્લી ફ્લેકસ, અને બાકી બધી વસ્તુ ઉમેરી ને લોટ બાંધી lo.
  3. ત્યાર બાદ લોટ ને 10 મિનીટ રાખી દો.
  4. હવે બાનધેલ લોટ લઇ ને લુઆ કરીને રોટલી જેમ વણી લો.
  5. ત્યાર બાદ તેમાં કાંટા ની મદદ થી કાણા પાળી લો. ત્યાર બાદ કટર ની મદદ થી ત્રિકોણ આકાર નાં કાપી લો.
  6. ત્યાર બાદ તેલ ગરમ મૂકી દો. તેલ ગરમ થઇ જાય પછી આછા બદામી રંગ નાં તળી લો.
  7. હવે આપણે સાલસા બનાવીશું.
  8. સાલસા માટે એક બાઉલ લો. તેમાં પાકી કેરી, કોથમીર, અને બીજી વસ્તુ ઉમેરી દો.
  9. ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ અને મીઠું ઉમેરો.
  10. ત્યાર બાદ સરસ રીતે હલાવી લો.
  11. તો તૈયાર છે સાલસા.
  12. હવે આપણે ગાર્નિશિંગ કરીશું.
  13. હવે એક પ્લેટ માં નાચોસ મુકીશું, તેના પર સાલસા મુકીશું અને ત્યાર બાદ તેના પર છીણેલું ચીઝ મુકીશું.
  14. તો તૈયાર છે નાચોસ સાથે સાલસા.

Reviews for Raw Mango Nachos with Ripe Mango Salsa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Raw Mango Nachos with Ripe Mango Salsa in gujarati