હોમ પેજ / રેસિપી / દાલ-બાટી

Photo of Dal-bati by Shraddha Patel at BetterButter
1575
0
0.0(0)
0

દાલ-બાટી

Aug-09-2018
Shraddha Patel
20 મિનિટ
તૈયારી નો સમય
80 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાલ-બાટી રેસીપી વિશે

રાજસ્થાની ડિશ

રેસીપી ટૈગ

  • વેજ
  • રાજસ્થાન
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ઘઉંનો લોટ- 3 કપ કે 400 ગ્રામ
  2. ઘઉં નો કકરો લોટ 100 ગ્રામ
  3. મીઠુ- સ્વાદાનુસાર
  4. બેકિંગ પાવડર-અડધી ચમચી
  5. અજમો- 1 ચમચી
  6. ગરમ પાણી લોટ બાંધવા
  7. ચપટી હિંગ
  8. 5 ચમચા ઘી
  9. અડદની દાળ- અડધો કપ
  10. તુવેર દાળ – 100 ગ્રામ
  11. ચણા દાળ – 50 ગ્રામ
  12. મગ દાળ – 50 ગ્રામ
  13. આખા લાલ મરચાં 2
  14. આદુ – લાંબો ટુકડો
  15. લીલા મરચા- 2
  16. 1- ડુંગળી
  17. 1- ટામેટાં
  18. મરચું પાવડર 1 ચમચી
  19. ધાણાજીરુ પાવડર 1 ચમચી
  20. હળદર પાવડર 1 ચમચી
  21. જીરૂ 1 ચમચી
  22. 1- લીંબુ
  23. કોથમીર બારીક સમારેલી
  24. ગરમ મસાલા – 1 ચમચી
  25. લસણ 4-5 કળી

સૂચનાઓ

  1. બાટી બનાવવાની પદ્ધતિ: ઍક બાઉલમાં લોટ મિક્સ કરી મીઠું અને અજમો નાખો . ઘી માં બેકિંગ પાવડર મિક્ષ કરી લોટ માં નાખી બરાબર મિક્ષ કરો . પાણીથી કણક તૈયાર કરો .
  2. 15 મિનિટ માટે કણક ને ઢાંકી રાખો, જેથી કણક ફુલી ને તૈયાર થઈ જાય. 15 મિનિટ પછી ઘી વાળા હાથ થી કણક મસળી ને મુલાયમ્ કરો. કણક ના ગોળા બનાવો. ઓવન ને ગરમ કરો .
  3. ગરમ થાય એટલે બાટી ઉપર ઘી લગાવીને જાળી ઉપર મુકો હવે ધીમા તાપ થી શેકી લો . 20-25 મિનિટ થશે શેકાતા .સેકાઈ જાય એટલે ઘી માં બાટી નાખી દો .
  4. દાળ બનાવવાની રીત: બધી દાળ ધોઈ ને કુકર માં પાણી અને હળદર નાખી ને 4 સિટી વાગ્વા દો. આદુ લસણ ને વાટી ને પેસ્ટ બનાવો .ડુંગળી ટામેટા ને ઝીણા સમારી એક પેન માં 3 ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકો, હિંગ, જીરું, આખા લાલ મરચાં ઉમેરી પછી, આદુ મરચા લસણ ને સાંતળી લો, ત્યાર બાદ ડુંગળી ટામેટા નાખો. બધા મસાલા નાખી જરૂર મુજબ પાણી નાખી બાફેલી દlળ નાખી ઉકાળી લો .
  5. લીંબુ નો રસ નાખો પછી કોથમીર નાખી, દાળબાટી ને લસણ ની ચટણી અને કોથમીર ની ચટણી ,ચુરમા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર