Open in app

પૂડલા સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  2 people
Shraddha Patel9th Aug 2018

Chillawich ના વિશે

Ingredients to make Chillawich in gujarati

  • 2 કપ ચના નો લોટ
  • 8 નંગ બ્રેડ
  • 1 ચમચી હળદર
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • અડધો કપ દહીં
  • પાણી 1 કપ
  • ઝીણી સમારેલી કોબી 3 ચમચી
  • ઝીણી સમારેલી કોથમીર 3 ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 3 ચમચી
  • ઝીણા સમારેલા ગાજર 3 ચમચી
  • ઝીણા સમારેલા કાંદા 3 ચમચી
  • પ્રોસેસ ચીઝ 4 ચમચી
  • 3 ચમચી ચાટ મસાલા
  • 4 ચમચી બટર

How to make Chillawich in gujarati

  1. એક બોલ માં ચના નો લોટ ઉમેરો. ત્યાર બાદ તેમાં મીઠુ, હળદર અને દહીં ઉમેરી બરાબર ફેટી લો. પછી ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ એક ખીરું તૈયાર કરો. (નોંધ: ખીરું પાતળું ના થઈ જાય એનું ધ્યાન રાખવું નહીં તો બ્રેડ પર ખીરું બરાબર ચોંટશે નહીં )
  2. એક નોનસ્ટિક તવો ગરમ કરવા મૂકો. તવો ગરમ થાય એટલે એના પર થોડું બટર લગાવો.
  3. હવે એક બ્રેડ લઇ તેને ફટાફટ તૈયાર કરેલા ખીરા માં બન્ને બાજુ ખીરું ચોંટી જાય એ રીતે ડુબાડી તવા પર મૂકો.
  4. ત્યારબાદ એ બ્રેડ પર કોબી, ટામેટા, કાંદા, ગાજર અને કોથમીર ભભરાવો. પછી એના પર ચાટ મસાલો નાખો અને થોડું બટર ઉમેરી બ્રેડ ને પલટાવો.
  5. પછી ધીમી આંચ શેકાવા દો. ત્યારબાદ ફરી થી બ્રેડ પલટાવો. આવી રીતે બીજી બ્રેડ પણ શેકી લો અને પછી બે બ્રેડ પર ચીઝ ભભરાવી એકબીજા પર ગોઠવી ક્રોસ માં કટ કરી લો. અને પછી ઉપર ચાટ મસાલા ભભરાવી સર્વ કરો.

Reviews for Chillawich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chillawich in gujarati

  • વેજ સેન્ડવિચ

    3 likes
  • જામ સેન્ડવિચ

    1 likes
  • રોટી સેન્ડવિચ

    2 likes
  • કિવી સેન્ડવિચ

    1 likes
  • સ્વીટ સેન્ડવિચ

    1 likes
  • ઢોકળા સેન્ડવિચ

    2 likes