હોમ પેજ / રેસિપી / પૂડલા સેન્ડવિચ

Photo of Chillawich by Shraddha Patel at BetterButter
744
0
0.0(0)
0

પૂડલા સેન્ડવિચ

Aug-09-2018
Shraddha Patel
15 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૂડલા સેન્ડવિચ રેસીપી વિશે

ગુજરાતી ડીશ

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ ચના નો લોટ
  2. 8 નંગ બ્રેડ
  3. 1 ચમચી હળદર
  4. મીઠુ સ્વાદ પ્રમાણે
  5. અડધો કપ દહીં
  6. પાણી 1 કપ
  7. ઝીણી સમારેલી કોબી 3 ચમચી
  8. ઝીણી સમારેલી કોથમીર 3 ચમચી
  9. ઝીણા સમારેલા ટામેટા 3 ચમચી
  10. ઝીણા સમારેલા ગાજર 3 ચમચી
  11. ઝીણા સમારેલા કાંદા 3 ચમચી
  12. પ્રોસેસ ચીઝ 4 ચમચી
  13. 3 ચમચી ચાટ મસાલા
  14. 4 ચમચી બટર

સૂચનાઓ

  1. એક બોલ માં ચના નો લોટ ઉમેરો. ત્યાર બાદ તેમાં મીઠુ, હળદર અને દહીં ઉમેરી બરાબર ફેટી લો. પછી ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ એક ખીરું તૈયાર કરો. (નોંધ: ખીરું પાતળું ના થઈ જાય એનું ધ્યાન રાખવું નહીં તો બ્રેડ પર ખીરું બરાબર ચોંટશે નહીં )
  2. એક નોનસ્ટિક તવો ગરમ કરવા મૂકો. તવો ગરમ થાય એટલે એના પર થોડું બટર લગાવો.
  3. હવે એક બ્રેડ લઇ તેને ફટાફટ તૈયાર કરેલા ખીરા માં બન્ને બાજુ ખીરું ચોંટી જાય એ રીતે ડુબાડી તવા પર મૂકો.
  4. ત્યારબાદ એ બ્રેડ પર કોબી, ટામેટા, કાંદા, ગાજર અને કોથમીર ભભરાવો. પછી એના પર ચાટ મસાલો નાખો અને થોડું બટર ઉમેરી બ્રેડ ને પલટાવો.
  5. પછી ધીમી આંચ શેકાવા દો. ત્યારબાદ ફરી થી બ્રેડ પલટાવો. આવી રીતે બીજી બ્રેડ પણ શેકી લો અને પછી બે બ્રેડ પર ચીઝ ભભરાવી એકબીજા પર ગોઠવી ક્રોસ માં કટ કરી લો. અને પછી ઉપર ચાટ મસાલા ભભરાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર