ક્રિસ્પી આલૂ રોટી પાઈ | Crispy Aloo Roti Pie Recipe in Gujarati

ના દ્વારા Ruchi Thacker  |  9th Aug 2018  |  
5 ત્યાંથી 2 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Crispy Aloo Roti Pie by Ruchi Thacker at BetterButter
ક્રિસ્પી આલૂ રોટી પાઈby Ruchi Thacker
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  45

  મીની
 • પીરસવું

  2

  લોકો

13

2

ક્રિસ્પી આલૂ રોટી પાઈ વાનગીઓ

ક્રિસ્પી આલૂ રોટી પાઈ Ingredients to make ( Ingredients to make Crispy Aloo Roti Pie Recipe in Gujarati )

 • ઘઉં નો લોટ 2 કપ
 • અજમો 1/2 ટી સ્પુન
 • મીઠું સ્વાદ અનુસાર
 • તેલ 2 ટેબલ સ્પુન
 • પાણી જરુર મુજબ
 • બાફેલા બટેકા 3 થી 4 નંગ મીઙીયમ
 • તેલ 1/2 ટેબલ સ્પુન
 • રાઈ 1/2 ટી સ્પુન
 • જીરૂ 1/2 ટી સ્પુન
 • હળદર 1/2 ટી સ્પુન
 • બારીક સમારેલા લીલા મરચા & લીમડો 2 ટેબલ સ્પુન
 • બારીક સમારેલ ડુંગળી 2 ટેબલ સ્પુન
 • બારીક સમારેલ ટામેટા 2 ટેબલ સ્પુન
 • લાલ મરચુ પાવડર 1 ટેબલ સ્પુન
 • મીઠું સ્વાદ અનુસાર
 • કીમ 2 ટેબલ સ્પુન
 • ઘઉં ના લોટ માંથી બનાવેલ વ્હાઈટ સોસ 3 ટેબલ સ્પુન
 • લસણ ની ચટણી અને ટોમેટો કેચપ નુ મીશ્રણ 1 ટેબલ સ્પુન

How to make ક્રિસ્પી આલૂ રોટી પાઈ

 1. સૌ પહેલા એક મોટા બાઉલ મા ઘઉં નો લોટ, મીઠુ, અજમો અને તેલ મિક્ષ કરી જરૂર મુજબ પાણી નાખી કડક લોટ બાંધો.
 2. એક પેન મા તેલ લઇ તેલ આવે એટલે તેમા રાઈ-જીરૂ અને લીમઙો તથા મરચા ઉમેરો.
 3. ત્યાર બાદ તેમા બારીક સમારેલ ડુંગળી ઉમેરી આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી થઈ ગયા બાદ તેમા ટામેટા ઉમેરી સાતળો.
 4. બંને સંતળાઈ ગયા બાદ તેમા બધા મસાલા ઉમેરો અને બાફેલા બટેકા ઉમેરી મીક્ષ કરો.
 5. અંત મા ક્રીમ ઉમેરી મીક્ષ કરી ગેસ બંધ કરી દો.
 6. હવે ભાખરી ના લોટ માંથી એક મોટી ભાખરી બનાવી પાઈ મોલ્ડ મા નીચે સેટ કરી પ્રિ હીટેડ ઓવન મા 180° પર 15 મિનિટ માટે બેક કરો.
 7. બેક થઈ ગયા બાદ તેના પર વ્હાઈટ સોસ અને લસણ ની ચટણી નુ મિશ્રણ લગાવો. હવે તેના પર આલુભાજી નાખી ઉપર બીજી ભાખરી દ્વારા મનગમતી ડીઝાઈન બનાવી પી હીટેઙ ઓવન મા 180° પર 15 મિનિટ માટે બેક કરો.
 8. તૈયાર છે ક્રિસ્પી આલૂ રોટી પાઈ

My Tip:

ઘઉં ના લોટ ના વ્હાઇટ સોસ ની રીત સામાન્ય વ્હાઇટ સોસ ની જેમ જ છે માત્ર મેંદા ના બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કરવો.

Reviews for Crispy Aloo Roti Pie Recipe in Gujarati (2)

Avani Desaia year ago

જવાબ આપવો

Rina Joshia year ago

Superb excellent
જવાબ આપવો
Ruchi Thacker
a year ago
thank you

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો