હોમ પેજ / રેસિપી / રાજસ્થાની પિતૌડ નું શાક

Photo of Rajsthani Pitor Sabzi by Rani Soni at BetterButter
505
0
0.0(0)
0

રાજસ્થાની પિતૌડ નું શાક

Aug-09-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજસ્થાની પિતૌડ નું શાક રેસીપી વિશે

રાજસ્થાનના પરંપરાગત ખોરાકમાં ચણા ના લોટ નું ખૂબ મહત્વનું સ્થાન છે.ચણા ના લોટ ના તળેલા ચોરસ ટુકડા ને દહીં ની ગ્રેવી સાથે પિરસવા માં આવે છે. તમે પણ બનાવો રાજસ્થાન ની આ વાનગી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • ઉકાળવું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કતલી બનાવવા :
  2. ચણા નો લોટ - 2 કપ
  3. દહીં - 1/2 કપ
  4. તેલ - 1 ચમચી
  5. હીંગ 1/4 નાની ચમચી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. લાલ મરચું પાવડર -1/2 ચમચી
  8. પાણી - 2 કપ
  9. 2 કપ તેલ તળવા
  10. ગ્રેવી માટે:
  11. તેલ 4 ચમચી
  12. જીરું 1/2 ચમચી
  13. સુકા લાલ મરચાં - 3
  14. આદુ પેસ્ટ મરચાં લસણ પેસ્ટ 1 ચમચી
  15. દહીં 1 1/2કપ
  16. 1 ચમચી ધાણા પાવડર
  17. 1 ચમચી હળદર પાવડર
  18. 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  19. 2 નાની ચમચી ગરમ મસાલા પાવડર
  20. મીઠું સ્વાદ મુજબ
  21. 1 ચમચી સમારેલ કોથમીર
  22. 5-6 લીમડા ના પાન

સૂચનાઓ

  1. કતલી બનાવવા માટે: એક બાઉલમાં ચણા લોટ ,દહીં, તેલ, હીંગ,મીઠું, લાલ મરચું પાવડર અને 2 કપ પાણી ઉમેરી મિશ્રણ બનાવો
  2. ગાંઠ વગર નું મિશ્રણ હોવું જોઈઅે
  3. અેક પેન માં આ મિશ્રણ ને રેડી ને રાંધો
  4. 3-4 મિનિટ સુધી જ્યાં સુધી તે પેન ની બાજુઓને છોડી દે
  5. હવે તેલ લગાવેલ 10 ઇંચની પ્લેટ માં આ મિશ્રણ ને પાથરી લો
  6. તેને ઠંડુ કરો
  7. ઠંડું થાય અેટલે નાના ચોરસ આકાર માં કાપી લો
  8. હવે ચણા લોટ ના ચોરસ આકાર ની કતલી ને ગરમ તેલ માં તળી લો
  9. ગ્રેવી માટે:
  10. અેક બાઉલ દહીં, ધાણા પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર ,ગરમ મસાલા પાઉડરને મિક્સ કરો.
  11. હવે એક પેનમાં તેલ ગરમ કરો
  12. જીરુ ,સૂકા લાલ મરચાં ફ્રાય કરો
  13. આદુ મરચાં, લસણ પેસ્ટ ઉમેરો અને સાંતળો
  14. પેનમાં દહીં નું બનાવેલ મિશ્રણ ઉમેરો
  15. પાણીનો એક કપ ઉમેરો અને 5-6 મિનિટ ઉકાળો
  16. ચણા ના લોટ ની તળેલ કતલી ઉમેરો
  17. 2 મિનિટ માટે ઉકાળો
  18. તાજા કોથમીર ,લીમડા ના પાન સાથે સુશોભન કરો
  19. રાજસ્થાની પિતૌડ નું શાક તૈયાર છે રોટલી જોડે પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર