હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ ના ઢોસા

Photo of Aata Dhosa by Apeksha's Kitchen at BetterButter
593
5
0.0(0)
0

ઘઉં ના લોટ ના ઢોસા

Aug-09-2018
Apeksha's Kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
3 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ ના ઢોસા રેસીપી વિશે

ઢોસા નું એક હેલ્થી વર્ઝન છે જે સવાર ના નાસ્તા મા બનાવી શકાય ઝટપટ બની જતી વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ ઘઉં નો લોટ
  2. 2 ચમચી સૂજી
  3. 1 ટી-સ્પુન તેલ
  4. 1 ટી-સ્પુન લીંબુનો રસ
  5. 1/2 બેકિંગ સોડા
  6. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં સૂજી,તેલ, મીઠું, લીંબુનો રસ અને સોડા નાખી પાણી ઉમેરી ઢોસા જેવું પાતળું બેટર તૈયાર કરો.
  2. ગેસ પર એક ઢોસા પેન ગરમ કરવા માટે મુકો. ગરમ થાય એટલે તેમાં થોડું તેલ નાખો અને થોડું પાણી ની છાટ નાખી ટિશ્યૂ પેપરથી લુછીલો જેથી જો પેન વઘારે ગરમ હશે તો ઠંડુ થઈ જશે.
  3. હવે ઢોસા નું બેટર બરાબર હલાવી પેન માં એક ચમચી નાખવું અને બરાબર પાતળું ફેલાઈ લેવું.
  4. ઉપરથી સુકાઈ જાય એટલે તેના પર બ્રશ વડે થોડુ તેલ લગાવી લો.
  5. નીચેથી ક્રિસ્પી થાય એટલે અડધું વાળીને કાઢીલો. તમે ઇચ્છો તો તેમા બટાકાનો મસાલો ભરી શકો.
  6. તૈયાર છે આપણા હેલ્થી અને સ્વાદિષ્ટ ઘઉં ના લોટ ના ઢોસા. સાંભર અને ચપટી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર