હોમ પેજ / રેસિપી / રીચ સીંઘી ખોરાક ( સ્વીટ)

Photo of Rich Sindhi khorak sweet by Harsha Israni at BetterButter
678
3
0.0(0)
0

રીચ સીંઘી ખોરાક ( સ્વીટ)

Aug-09-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીચ સીંઘી ખોરાક ( સ્વીટ) રેસીપી વિશે

આ ડીશ સીંધી છે જે મહેમાન માટે , વાર ,તહેવાર ,લગ્ન ,જીયાણુ ,વ્યવહાર , દરેક સીઝન માં બનતી સ્વીટ છે.નાના મોટા બધાને ભાવે તેવી હેલ્ધી સ્વીટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ વાટકી ઘંઉનો લોટ
  2. ૧ વાટકી ખાંડ
  3. ૧ વાટકી ચોખ્ખુ ઘી
  4. ૧/૪ વાટકી ગુંદર (ઝીણુ )
  5. ૪ ચમચી ખસખસ
  6. ૨ -૩ ઈલાયચી
  7. ૪ ચમચી અસારીયા
  8. ૪ ચમચી કોપરાનું છીણ
  9. ૧ વાટકી સુકો મેવો ( કાજુ,બદામ,કાળી દા્ક્ષ,દા્ક્ષ)
  10. ૧ વાટકી દૂધ

સૂચનાઓ

  1. સૌ પહેલા અેક તપેલી લઇ તેમાં ખાંડ અને દૂધ ( ખાંડ ડૂબે તેટલુ દૂધ) ગરમ કરવા મૂકો.અેક ઉભરો આવે અને ખાંડ આોગળી જાય ત્યારે ગેસ બંધ કરો. તૈયાર છે ચાસની.
  2. અેક મોટી કઢાઈ લઈ તેમાં ઘી ગરમ કરી ઈલાયચી અને ઘંઉનો લોટ ઉમેરી ધીમી આંચે સતત હલાવતા રહેવુ. ગુલાબી રંગનુ થાય ત્યારે તેમાં ગુંદર ઉમેરી હલાવતા રહો.ગુંદર ફુલી જાય ત્યારે તેમાં અસારીયા,ખસખસ, સુકો મેવો, ચાશની ઉમેરી બરાબર મીક્સ કરો.ધી છુટ્ટુ થાય ત્યારે ગેસ બંધ કરો અને ઘી થી ગી્સ કરેલી થાળીમાં પાથરી દો.કાપા પાડી દો .
  3. પાપડ સાથે ડીશ માં સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર