Open in app

કોથંબીર વડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Shraddha Patel10th Aug 2018

Kothambir vadi ના વિશે

Ingredients to make Kothambir vadi in gujarati

  • બે કપ ચણા નો લોટ
  • બે કપ ઝીણી સમારેલી કોથમીર
  • સ્વાદ પ્રમાણે મીઠુ
  • એક ચમચી હળદર
  • એક ચમચી સફેદ તલ
  • એક ચમચી આદુ અને લસણ ની પેસ્ટ
  • એક ચમચી તીખા લીલા મરચા ની પેસ્ટ
  • એક ચમચી ધાણાજીરુ પાવડર
  • એક નાની ચમચી ગરમ મસાલો
  • તળવા માટે તેલ
  • બે કપ પાણી

How to make Kothambir vadi in gujarati

  1. એક બોલ મા ચણા નો લોટ લો. તેમાં કોથમીર, મીઠુ, આદુ લસણ ની પેસ્ટ, મરચા ની પેસ્ટ, હળદર, ધાણાજીરું પાવડર, તલ, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો.
  2. ત્યારબાદ તેમાં પાણી ઉમેરતાં જઈ એક બેટર તૈયાર કરો.
  3. ત્યારબાદ એક કઢાઈ ને ગરમ કરવા મૂકો અને તૈયાર કરેલ બેટર એમાં નાખો.
  4. ધીમી આંચ પર સતત હલાવતા રહેવું જ્યા સુધી બેટર એકદમ જાડું થઇ જાય અને કઢાઈ થી છૂટું પડવા લાગે.
  5. ત્યારબાદ એક થાળી ને તેલ થી ગ્રીસ કરી બેટર એમાં ઢાળી દઈ અને બરાબર પ્રેસ કરતા જવું જેથી કોઈ તિરાડ ના બને.
  6. ત્યારબાદ થોડું ઠંડુ પડવા દઈ ચોરસ કટકા કરી લેવા અને એ કટકા ને ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન થાય એવા તળી લેવા.
  7. તૈયાર થયેલ કોથંબીર વડી ને લાલ મરચા ની તીખી ઝણઝણિત ચટણી સાથે સર્વ કરો.

Reviews for Kothambir vadi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kothambir vadi in gujarati

  • કોથમીર વડી

    1 likes
  • કારેલા ની છાલ ની વડી

    1 likes