હોમ પેજ / રેસિપી / વઘારેલો બાજરી નો રોટલો

Photo of Vagharelo bajri no rotlo by Shraddha Patel at BetterButter
1233
3
0.0(0)
0

વઘારેલો બાજરી નો રોટલો

Aug-10-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વઘારેલો બાજરી નો રોટલો રેસીપી વિશે

આ એક કાઠિયાવાડી ડીશ છે. એટલી ટેસ્ટી છે કે જે લોકો ને રોટલો પસંદ નથી એ પણ ખાતા થઈ જશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 2

  1. બે કપ બાજરી નો લોટ
  2. સ્વાદ પ્રમાણે મીઠુ
  3. 3 ચમચા ઝીણા સમારેલા કાંદા
  4. 2 ચમચા ઝીણા સમારેલા ટામેટા
  5. 1 ચમચો લસણ ની પેસ્ટ
  6. 2 સુકા લાલ મરચા
  7. 1 ચમચી હળદર
  8. 1 ચમચી ધાણાજીરુ પાવડર
  9. 2 ચમચી લાલ મરચું પાવડર
  10. 1 ચમચી રાઈ
  11. 1 ચમચી જીરું
  12. 1 ચપટી હિંગ
  13. 3 ચમચી તેલ
  14. 2 ગ્લાસ છાસ
  15. 2 ચમચા સેવ
  16. પાણી જરૂર મુજબ
  17. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બાજરી ના રોટલા બનાવવા માટે કાથરોટ મા બાજરી નો લોટ લઇ તેમાં મીઠુ ઉમેરી જરૂર મુજબ પાણી લઇ લોટ મસળી લો. ત્યારબાદ તેમાંથી બે રોટલા બનાવી લો. હવે તૈયાર કરેલ રોટલા ના નાના કટકા કરી લો.
  2. ત્યારબાદ એક જાડા તળિયા વાળી કઢાઈ મા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે આખુ જીરું, હિંગ અને સુકા લાલ મરચા નાખો. ત્યારબાદ લસણ ની પેસ્ટ સાંતળો અને પછી કાંદા ઉમેરી દો. કાંદા ગુલાબી થાય એટલે ટામેટા ઉમેરી થોડી વાર ચઢવા દો.
  3. ત્યારબાદ તેમાં મીઠું, હળદર, ધાણાજીરુ પાવડર, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી લો.
  4. ત્યારબાદ તેમાં રોટલા ના કટકા ઉમેરી બધું સરખું મિક્સ કરી લો. મિક્સ કર્યા બાદ તેમાં છાસ ઉમેરી અને થોડી વાર ઊકળવા દો.
  5. હવે તૈયાર થયેલ વઘારેલા રોટલા ને એક પ્લેટ મા લઇ તેના પર સેવ અને કોથમીર ભભરાવી ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર