બાજરા અને નારિયળ નાં બુરા ની મીઠી પુરી | Pearl Millet And Shredded Coconut Sweet Bits Recipe in Gujarati

  ના દ્વારા Ankita Tahilramani  |  10th Aug 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Pearl Millet And Shredded Coconut Sweet Bits by Ankita Tahilramani at BetterButter
  બાજરા અને નારિયળ નાં બુરા ની મીઠી પુરીby Ankita Tahilramani
  • તૈયારીનો સમય

   5

   મીની
  • બનાવવાનો સમય

   10

   મીની
  • પીરસવું

   4

   લોકો

  5

  0

  બાજરા અને નારિયળ નાં બુરા ની મીઠી પુરી

  બાજરા અને નારિયળ નાં બુરા ની મીઠી પુરી Ingredients to make ( Ingredients to make Pearl Millet And Shredded Coconut Sweet Bits Recipe in Gujarati )

  • બાજરા નો લોટ 1 મોટો કપ
  • ગોળ 1/3 નાનો કપ
  • પાણી 4 ટેબલ સ્પૂન
  • સફેદ તલ 1 ટેબલ સ્પૂન
  • નારિયળ નું બૂરું 1 ટેબલ સ્પૂન
  • ઘી પુરી તળવા માટે.

  How to make બાજરા અને નારિયળ નાં બુરા ની મીઠી પુરી

  1. સૌ પ્રથમ પાણી મા ગોળ ને હલાવી એક રસ કરી નાખો.તૈયાર છે ગોળ નું પાણી.
  2. હવે બાજરા નો લોટ,તલ, તૈયાર કરેલું ગોળ નું પાણી, નારીયળ નું બૂરું લઇ મિક્સ કરો.
  3. આવી રીતે બધુ મિક્સ કરો.
  4. લોટ ની જેમ બંધાઇ જય એટલે 5 મિનીટ ઢાંકી ને રાખી દો.
  5. હવે નાના નાના ભાગ પાડો ને બોલ ની જેમ વાળો .
  6. એક બાજુ ઘી ગરમ થવા દો, અને બીજી તરફ આમ બધા બોલ ની જેમ બની જાય એટલે એને ઢાંકી ને રાખવા.
  7. ઘી ગરમ થઈ જાય એટલે ગેસ ધીમું કરી નાખો.
  8. હવે બનાવેલા બોલ ને હથેળી વચ્ચે દબાવો એટ્લે નાની પુરી જેવૂ બની જશે.
  9. ઘી મા તરત તળવા નાખો જયાં સુધી બન્ને બાજુ ગોલ્ડન રંગ થઈ જાય.
  10. આમ એક સાથે 4-5 પુરી તળવા નાખો.
  11. તૌ તૈયાર છે તમારી બાજરા અને નારીયળ ના બુરા ની મીઠી પુરી.

  My Tip:

  બાંધેલો લોટ ખુલો નાં રાખવો,ઢાંકી ને રાખવો, જો વધારે બનાવો છો તો સુકાય જશે તળતા તળતા.

  Reviews for Pearl Millet And Shredded Coconut Sweet Bits Recipe in Gujarati (0)