હોમ પેજ / રેસિપી / ઘઉંના લોટ ની બનાના બ્રેડ

Photo of Wheat Flour Banana Bread by Kamal Thakkar at BetterButter
90
2
0.0(0)
0

ઘઉંના લોટ ની બનાના બ્રેડ

Aug-10-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉંના લોટ ની બનાના બ્રેડ રેસીપી વિશે

આ એક સ્વાદિષ્ટ ડીશ છે જે પાકા કેળા અને ઘઉં ના લોટ માં થી બનાવેલી છે.ઘણી વાર આપડા ઘરે કેળા બૌ પાકી જાય તો કોઈને ખાવા ગમતા નથી પણ એમાંથી તમે આ બ્રેડ બનાવશો તો એજ દિવસે ખવાય જશે:blush:.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • બ્રિટીશ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ઘઉં નો લોટ ૧ & ૧/૨ કપ
  2. પાકા કેળા ૨-૩
  3. ખાંડ ૧/૨ કપ
  4. ઓલિવ ઓઇલ/કોઈ પણ તેલ જેમાં સુગંધ ના હોય ૧/૨ કપ
  5. બેકિંગ પાવડર ૧ & ૧/૨ ટી સ્પૂન
  6. બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન
  7. ચોકો ચિપ્સ ૨ ટેબલ સ્પૂન
  8. દૂધ જરૂર પ્રમાણે
  9. વેનીલા એસ્સેન્સ ૧ ટી સ્પૂન

સૂચનાઓ

  1. પહેલા કેળા ને મેષ કરી લો.પછી એમા ખાંડ ઉમેરીને સરખું મિક્સ કરો.ખાંડ ઓગળી જાય ત્યાં સુધી.
  2. હવે તેલ અને એસેન્સ ઉમેરીને હલાવો.
  3. ઘઉં નો લોટ,બેકિંગ પાવડર અને સોડા ચારણી થી ચાળી લો.
  4. અને કેળા ના મિશ્રણ માં ઉમેરો.
  5. જરૂર પડે તો દૂધ ઉમેરો અને ઘાટું બેટર બનાવો.
  6. એક ગ્રીસ કરેલા બેકિંગ ટીન માં રેડો અને ઉપર ચોકલેટ ચિપ્સ ભભરાવો.
  7. પહેલા થી ગરમ કરેલા ઓવેન માં ૧૮૦ ડિગ્રી પર બેક કરો.
  8. ટૂથપિક નાખીને ચેક કરો જો ટૂથપિક ક્લીન બહાર આવે તો આપણી બનાના બ્રેડ તૈયાર છે.
  9. થોડી ઠંડી થાય એટલે પ્લેટ માં કાઢો અને એકદમ ઠંડી થઈ જાય એટલે ટુકડા કરીને પીરસો.આ બ્રેડ એકદમ નરમ અને મુલાયમ બને છે એટલે નાના મોટા બધાનેજ ભાવે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર