હોમ પેજ / રેસિપી / સીંધી ભોરી (વ્હીટ કુટ્ટી )

Photo of Sindhi bhori (wheat kutti) by Harsha Israni at BetterButter
2145
3
0.0(0)
0

સીંધી ભોરી (વ્હીટ કુટ્ટી )

Aug-10-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સીંધી ભોરી (વ્હીટ કુટ્ટી ) રેસીપી વિશે

આ એક સીંધી પરંપરાગત સ્વીટ ડીશ છે. આ ડીશ સીંધીમાં પેઢીઓથી બનાવવામાં આવે છે.જે સવારના નાશ્તામાં પાપડી/ પાપડ ની સાથે લેવાય છે.કુટ્ટીને ઘી માં તળેલા ગુંદર સાથે પણ લેવામાં આવે છે.મહેમાન માટે, ગણેશ ચોથ માં પ્ સાદ ત રીકે પણ બનાવવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • શેકેલું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ ઘંઉનો લોટ
  2. ૧ કપ ખાંડ
  3. ૧ ચમચી જીરુ
  4. ૪ -૫ આખી કાળી મરી
  5. ૨ નંગ ઈલાયચી
  6. ૧/૨ કપ ચોખ્ખુ ઘી મોણ માટે
  7. ૧ કપ ચોખ્ખુ ઘી સાંતળવા માટે
  8. ૨ ચમચી બદામની કતરણ સજાવવા માટે
  9. ૧ ચમચી દૂધ

સૂચનાઓ

  1. સૌ પહેલા એક બાઉલ લઈ તેમાં ઘંઉનો લોટ , ઈલાયચી ,ઘી નો મોણ મીકસ કરી પાણીથી કઠણ લોટ બાંધો. હવેતેમાંથી મોટા લૂઆ બનાવી જાડો રોટલો વણી લો. ગરમ તવા પર રોટલાને ધીમી આંચે આછા ગોલ્ડન કલરના શેકી લો.
  2. હવે રોટલાને હાથથી મસળીને ચૂરો કરી લો.એક કઢાઈ માં ૧ કપ ઘી ગરમ કરી જીરુ,કાળી મરી ઉમેરી ચુરમાને ઉમેરીને ૫ મિનિટ સાંતળો .હવે ખાંડ ઉમેરી હલાવીને મીકસ કરી તરત જ ગેસ બંધ કરી દો . છેલ્લે ૧ ચમચી દૂધ અને બદામની કતરણઉમેરી મીકસ કરો.
  3. તૈયાર છે સીંધી ભોરી (કુટ્ટી) ઘંઉની પાપડી / પાપડ/ તળેલા ગુંદર સાથે ગરમ પીરસો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર