હોમ પેજ / રેસિપી / સેવ બરફી

Photo of Sev Barfi by Dimpal Patel at BetterButter
620
2
0.0(0)
0

સેવ બરફી

Aug-11-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ બરફી રેસીપી વિશે

આ એક સિંધી મીઠાઈ છે. ચણા ના લોટની સેવમાંથી આ મીઠાઈ બનાવવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. સેવ માટેની સામગ્રી :
  2. ચણા નો લોટ - ૪૦૦ ગ્રામ
  3. ઘી - ૨ મોટી ચમચી
  4. બેકીંગ સોડા - ૧/૮ નાની ચમચી
  5. તેલ - ૨ કપ
  6. પીળો ફૂડ કલર - ૧/૮ નાની ચમચી
  7. સેવ બરફી માટેની સામગ્રી :
  8. મીઠા વગર ની સેવ - ૨૫૦ ગ્રામ
  9. દૂધ - ૨૫૦ ગ્રામ
  10. ખાંડ - ૨૫૦ ગ્રામ
  11. મોળો માવો - ૨૫૦ ગ્રામ
  12. ઘી - ૧ મોટી ચમચી
  13. કેસર - ૬ થી ૭ તાંતણા
  14. એલચીનો પાવડર - ૧ નાની ચમચી
  15. કાપેલી બદામ - ૧/૪ કપ
  16. ગુલાબજળ - ૧/૨ નાની ચમચી

સૂચનાઓ

  1. સેવ બનાવવાની રીત :
  2. એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લેવો. તેમાં ઘી , ફૂડ કલર અને બેકીંગ સોડા મિક્સ કરવું.
  3. જરૂર મુજબ પાણી નાંખી ને ખીરું તૈયાર કરવું. ખીરું બહુ જાડું કે બહુ પાતળું પણ નહીં હોવું જોઈએ. હવે તેને ઢાંકીને ૧/૨ કલાક રહેવા દેવું.
  4. તેલ ગરમ કરવા મૂકવું. સેવના સંચામાં ઘી લગાડીને બેસનનું મિશ્રણ ભરવું. ગરમ તેલમાં સેવ પાડીને તળી લેવી.
  5. બરફી માટેની રીત :
  6. એક નોનસ્ટિક પેણીમાં દૂધ ગરમ કરવા મૂકવું. એક ઉભરો આવે એટલે ખાંડ નાંખવી. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું.
  7. એક બાઉલમાં ૨ મોટી ચમચી હુંફાળું દૂધ લઈ તેમાં કેસર પલાળી દેવું.
  8. ત્યારબાદ તેમાં માવો ઉમેરવો. થોડો માવો રહેવા દેવો.માવો ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહેવું.
  9. પછી તેમાં એલચીનો પાવડર , કેસરવાળું દૂધ , ઘી અને ગુલાબજળ મિક્સ કરવું.
  10. ત્યારબાદ તેમાં સેવ નાંખવી. મીડીયમ ગેસ પર થવા દેવું. વધારે હલાવવું નહીં.
  11. જ્યારે મિશ્રણ પેણી ની ધાર છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દેવો.
  12. એક થાળીમાં ઘી લગાડવું. સેવનું મિશ્રણ તેમાં પાથરી દેવું. તેની ઉપર માવો પાથરવો. ચમચાથી જરા દબાવી દેવું. તેની ઉપર કાપેલી બદામ પાથરવી. ફરી થોડું દબાવી દેવું.
  13. ઠંડુ પડે પછી ટુકડા કરી લેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર