કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Raw Curry and Millet Roti

Photo of Raw Curry and Millet Roti by Anjali Kataria at BetterButter
0
9
5(1)
0

Raw Curry and Millet Roti

Aug-11-2018
Anjali Kataria
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. A) કાચી કઢી માટે
  2. ૨ કપ ખૂબ જ ખાટી છાશ (આછી)
  3. ૨ મોટી ચમચી ચણાનો લોટ
  4. ૧ મોટી ચમચી લસણ ની ચટણી
  5. ૧ મોટી ચમચી લાલ મરચું પાઉડર
  6. ૧ નાની ચમચી ધાણાજીરુ પાઉડર
  7. ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  8. ૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
  9. ચપટી સંચળ પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચપટી હિંગ
  12. ૭ થી ૮ લીમડાના પાન
  13. ૨ થી ૩ લાલ સુકા મરચા
  14. ૧ નાની ચમચી તેલ
  15. ૧/૨ નાની ચમચી રાઈ જીરું
  16. B) બાજરીના રોટલા માટે
  17. ૨ કપ બાજરાનો લોટ
  18. પાણી જરૂરિયાત મુજબ
  19. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક તપેલી લો.
  2. તેમાં ખાટી છાશ ઉમેરો.
  3. જો તમારી છાશ ઘાટી હોય તો તેમાં પાણી નાખીને તેને આછી કરી નાખો.
  4. હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાવડર, ધાણા-જીરુ પાવડર, મીઠું, આમચૂર પાવડર તેરે નાખીને મિક્સ કરી લો.
  5. હવે તેમાં લસણની ચટણી નાખો.
  6. હાથ વડે લસણની ચટણી ને છાશમાં ઓગાળી લો.
  7. ચણાનો લોટ ઉમેરો અને ગાંઠા ન પડે તે રીતે તેને મિક્સ કરો.
  8. મિશ્રણને બરાબર મિક્સ કરીને એક તરફ રાખો.
  9. હવે એક તપેલીમાં તેલ ગરમ મૂકો.
  10. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું ઉમેરો.
  11. રાઈ જીરું ના દાણા ફૂટે એટલે તેમાં હિંગ નાખો.
  12. લીમડા ના પાન અને સુકા મરચા પણ ઉમેરો.
  13. લાલ સુકા મરચા નો કલર બદલાય એટલે એમાં છાશનુ મિશ્રણ નાખી વઘાર કરી લો.
  14. એક બે મિનિટ સુધી ચઢવા દો.
  15. ત્યારબાદ ગેસ બંધ કરો.
  16. કાચી કઢી ને સર્વિંગ બાઉલમાં કાઢી લો.
  17. હવે એક લોટ બાંધવાની કાથરોટ લો.
  18. તેમાં થોડું પાણી અને મીઠું ઉમેરો.
  19. મીઠા ને બરાબર પાણીમાં ઓગાળી લો.
  20. હવે તેમાં બાજરાનો લોટ નાખીને લોટ બાંધી લો.
  21. જરૂર પડે તો પાણી પણ ઉમેરો.
  22. લોટને બરાબર મસળીને તેના રોટલા બનાવી લો.
  23. તમે રોટલા હાથેથી પણ બનાવી શકો છો અને તમે તેને પ્લેટફોર્મ પર થાબડ્યો રોટલો પણ બનાવી શકો છો.
  24. રોટલા ને તાવડીમાં ચોડવી લો.
  25. રોટલો ચડી જાય એટલે તેની અંદરના પડમાં બટર કે ઘી લગાવી લો.
  26. ગરમ ગરમ રોટલા ને કાચી કઢી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Bhavana Kataria
Sep-10-2018
Bhavana Kataria   Sep-10-2018

My fav Dish

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર