Open in app

કાચી કઢી અને બાજરી નો રોટલો

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Anjali Kataria11th Aug 2018

Raw Curry and Millet Roti ના વિશે

Ingredients to make Raw Curry and Millet Roti in gujarati

  • A) કાચી કઢી માટે
  • ૨ કપ ખૂબ જ ખાટી છાશ (આછી)
  • ૨ મોટી ચમચી ચણાનો લોટ
  • ૧ મોટી ચમચી લસણ ની ચટણી
  • ૧ મોટી ચમચી લાલ મરચું પાઉડર
  • ૧ નાની ચમચી ધાણાજીરુ પાઉડર
  • ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  • ૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
  • ચપટી સંચળ પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટી હિંગ
  • ૭ થી ૮ લીમડાના પાન
  • ૨ થી ૩ લાલ સુકા મરચા
  • ૧ નાની ચમચી તેલ
  • ૧/૨ નાની ચમચી રાઈ જીરું
  • B) બાજરીના રોટલા માટે
  • ૨ કપ બાજરાનો લોટ
  • પાણી જરૂરિયાત મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર

How to make Raw Curry and Millet Roti in gujarati

  1. સૌ પ્રથમ એક તપેલી લો.
  2. તેમાં ખાટી છાશ ઉમેરો.
  3. જો તમારી છાશ ઘાટી હોય તો તેમાં પાણી નાખીને તેને આછી કરી નાખો.
  4. હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાવડર, ધાણા-જીરુ પાવડર, મીઠું, આમચૂર પાવડર તેરે નાખીને મિક્સ કરી લો.
  5. હવે તેમાં લસણની ચટણી નાખો.
  6. હાથ વડે લસણની ચટણી ને છાશમાં ઓગાળી લો.
  7. ચણાનો લોટ ઉમેરો અને ગાંઠા ન પડે તે રીતે તેને મિક્સ કરો.
  8. મિશ્રણને બરાબર મિક્સ કરીને એક તરફ રાખો.
  9. હવે એક તપેલીમાં તેલ ગરમ મૂકો.
  10. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું ઉમેરો.
  11. રાઈ જીરું ના દાણા ફૂટે એટલે તેમાં હિંગ નાખો.
  12. લીમડા ના પાન અને સુકા મરચા પણ ઉમેરો.
  13. લાલ સુકા મરચા નો કલર બદલાય એટલે એમાં છાશનુ મિશ્રણ નાખી વઘાર કરી લો.
  14. એક બે મિનિટ સુધી ચઢવા દો.
  15. ત્યારબાદ ગેસ બંધ કરો.
  16. કાચી કઢી ને સર્વિંગ બાઉલમાં કાઢી લો.
  17. હવે એક લોટ બાંધવાની કાથરોટ લો.
  18. તેમાં થોડું પાણી અને મીઠું ઉમેરો.
  19. મીઠા ને બરાબર પાણીમાં ઓગાળી લો.
  20. હવે તેમાં બાજરાનો લોટ નાખીને લોટ બાંધી લો.
  21. જરૂર પડે તો પાણી પણ ઉમેરો.
  22. લોટને બરાબર મસળીને તેના રોટલા બનાવી લો.
  23. તમે રોટલા હાથેથી પણ બનાવી શકો છો અને તમે તેને પ્લેટફોર્મ પર થાબડ્યો રોટલો પણ બનાવી શકો છો.
  24. રોટલા ને તાવડીમાં ચોડવી લો.
  25. રોટલો ચડી જાય એટલે તેની અંદરના પડમાં બટર કે ઘી લગાવી લો.
  26. ગરમ ગરમ રોટલા ને કાચી કઢી સાથે સર્વ કરો.

Reviews for Raw Curry and Millet Roti in gujarati (1)

Bhavana Kataria3 months ago

My fav Dish

Recipes similar to Raw Curry and Millet Roti in gujarati

  • બાજરી નો રોટલો

    2 likes
  • બાજરી નો રોટલો

    2 likes
  • બાજરી નો રોટલો.

    1 likes
  • વઘારેલો બાજરી નો રોટલો

    3 likes
  • કાઠીયાાડી ઢોકલી નુ શાક અને બાજરી નો રોટલો

    2 likes