હોમ પેજ / રેસિપી / બુંદી ડેઝર્ટ

Photo of Boondi dessert by Dimpal Patel at BetterButter
379
2
0.0(0)
0

બુંદી ડેઝર્ટ

Aug-11-2018
Dimpal Patel
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બુંદી ડેઝર્ટ રેસીપી વિશે

બુંદી ના લાડુમાંથી બનાવેલી આ ડીશ છે કે જેમાં વહીપ્પડ ક્રીમ અને બાસુંદી નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ યમ્મી અને આકર્ષક ડેસર્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • ફીણવું
  • ફ્રીઝ કરવું
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. **બુંદી માટેની સામગ્રી :
  2. ચણાનો લોટ - ૧ કપ
  3. પાણી - ૧/૨ કપ
  4. હૂંફાળું ઘી - ૧ મોટી ચમચી
  5. **ચાસણી માટેની સામગ્રી :
  6. ખાંડ - ૧ કપ
  7. પાણી - ૧ કપ
  8. કેસર ના તાંતણા - ૫ થી ૬
  9. એલચીનો પાવડર - ૧/૪ નાની ચમચી
  10. **બીજી સામગ્રી :
  11. ઘી તળવા માટે
  12. કાપેલી બદામ સજાવવા માટે
  13. **બુંદી ડેઝર્ટ માટેની સામગ્રી :
  14. બુંદી - ૧ કપ
  15. વહીપ્પેડ ક્રીમ - ૧ કપ
  16. બાસુંદી - ૧/૪ કપ
  17. **સજાવવા માટે :
  18. ચોકલેટ બુંદી ના લાડુ
  19. ચોકલેટ ના ટુકડા

સૂચનાઓ

  1. **બુંદી માટેની રીત :
  2. એક પેણીમાં પાણી અને ખાંડ લઇ ઉકાળવા મૂકવું. ૫ - ૭ મિનિટ થવા દેવું. એક તાર ની ચાસણી બનાવવી.
  3. એક વાસણ માં ચણાનો લોટ , હૂંફાળું ઘી અને પાણી ઉમેરી લીસુ ખીરું બનાવવું.
  4. બીજી પેણીમાં ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય પછી બુંદી ના જારા થી તેમાં બુંદી પાળી દેવી.
  5. ગરમ ચાસણી માં બુંદી નાંખી ને ૫ થી ૭ મિનિટ રહેવા દેવું. કાપેલી બદામ પણ તેમાં ઉમેરી દેવી.
  6. **બુંદી ડેઝર્ટ ની રીત :
  7. એક બાઉલમાં વહીપ્પેડ ક્રીમ અને બાસુંદી મિક્સ કરવી.
  8. એક ગ્લાસ માં પહેલા બુંદી પાથરવી. તેની ઉપર બાસુંદી નું મિશ્રણ પાથરવું. ફરી આ જ પ્રમાણે બીજા પડ કરવા.
  9. ચોકલેટ ના ટુકડા , વહીપ્પેડ ક્રીમ અને ચોકલેટ - બુંદીના લાડુથી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર