Open in app

પીઠોરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Shraddha Patel12th Aug 2018

Pithori ના વિશે

Ingredients to make Pithori in gujarati

  • 1 કપ ચણા નો લોટ
  • અડધો કપ ઝીણી સમારેલી લીલી મેથી
  • અડધો કપ ઝીણી સમારેલી કોથમીર
  • 1 ચમચી ઝીણો સમારેલ ફુદીનો
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • 1 ચમચી ઝીણા સમારેલાં તીખા લીલા મરચા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી રાઈ
  • 1.5 ચમચી આખુ જીરુ
  • 1 ચમચી સફેદ તલ
  • 3 ચમચા તેલ
  • ચપટી હિંગ
  • એક ગ્લાસ છાસ

How to make Pithori in gujarati

  1. એક બોલ મા ચણા નો લોટ લો. એમાં મેથી, કોથમીર, ફુદીનો, મીઠું, હળદર, અડધી ચમચી આખું જીરું, આદુ ની પેસ્ટ, લીલા મરચા નાખી બરાબર મિક્સ કરી ત્યારબાદ એમાં છાસ ઉમેરો અને ખીરું તૈયાર કરો.
  2. હવે એક કઢાઈ મા એક ચમચો તેલ લઇ કઢાઈ સહેજ ગરમ કરો. ત્યારબાદ એમાં તૈયાર કરેલ ખીરું રેડી દો.
  3. હવે મીડીયમ આંચ પર ખીરું હલાવતા રહો. 7 થી 8 મિનિટ મા ખીરું ઘાટું થઈ કઢાઈ છોડશે.
  4. હવે એક થાળી મા તેલ લગાવી ખીરું એમાં ઢાળો અને બરાબર પ્રેસ કરી લો.
  5. હવે વઘાર માટે તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, તલ અને હિંગ નાખી વઘાર તૈયાર કરો.
  6. હવે તૈયાર કરેલ વઘાર ચમચી ની મદદ થી થાળી મા રેડી દો. ત્યારબાદ ચોરસ કટકા કરી સર્વ કરો.

Reviews for Pithori in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pithori in gujarati