Photo of Pithori by Shraddha Patel at BetterButter
611
0
0.0(0)
0

પીઠોરી

Aug-12-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઠોરી રેસીપી વિશે

પીઠોરી એક રાજસ્થાની ડીશ છે. સવારે નાસ્તા મા લઇ શકાય એવી ઝટપટ બની જતી ચટપટી ડીશ છે જેને પીઠોર ના નામે પણ ઓળખાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ચણા નો લોટ
  2. અડધો કપ ઝીણી સમારેલી લીલી મેથી
  3. અડધો કપ ઝીણી સમારેલી કોથમીર
  4. 1 ચમચી ઝીણો સમારેલ ફુદીનો
  5. 1 ચમચી આદુ ની પેસ્ટ
  6. 1 ચમચી ઝીણા સમારેલાં તીખા લીલા મરચા
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. 1 ચમચી હળદર
  9. 1 ચમચી રાઈ
  10. 1.5 ચમચી આખુ જીરુ
  11. 1 ચમચી સફેદ તલ
  12. 3 ચમચા તેલ
  13. ચપટી હિંગ
  14. એક ગ્લાસ છાસ

સૂચનાઓ

  1. એક બોલ મા ચણા નો લોટ લો. એમાં મેથી, કોથમીર, ફુદીનો, મીઠું, હળદર, અડધી ચમચી આખું જીરું, આદુ ની પેસ્ટ, લીલા મરચા નાખી બરાબર મિક્સ કરી ત્યારબાદ એમાં છાસ ઉમેરો અને ખીરું તૈયાર કરો.
  2. હવે એક કઢાઈ મા એક ચમચો તેલ લઇ કઢાઈ સહેજ ગરમ કરો. ત્યારબાદ એમાં તૈયાર કરેલ ખીરું રેડી દો.
  3. હવે મીડીયમ આંચ પર ખીરું હલાવતા રહો. 7 થી 8 મિનિટ મા ખીરું ઘાટું થઈ કઢાઈ છોડશે.
  4. હવે એક થાળી મા તેલ લગાવી ખીરું એમાં ઢાળો અને બરાબર પ્રેસ કરી લો.
  5. હવે વઘાર માટે તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, તલ અને હિંગ નાખી વઘાર તૈયાર કરો.
  6. હવે તૈયાર કરેલ વઘાર ચમચી ની મદદ થી થાળી મા રેડી દો. ત્યારબાદ ચોરસ કટકા કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર