Open in app

સીંધી બેસન વડીનું શાક

1 review
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Harsha Israni12th Aug 2018

Sindhi Besan vadi shaak ના વિશે

Ingredients to make Sindhi Besan vadi shaak in gujarati

  • વડી માટે-
  • ૧ કપ બેસન
  • ૧ નંગ ડુંગળી ( ઝીણી સમારેલી )
  • ૨-૩ લીલામરચા (ઝીણા સમારેલા)
  • ૧ /૪ કપ કોથમીર (ઝીણા સમારેલા )
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧/૨ ચમચી લાલ મરચુ
  • ગે્વી માટે-
  • ૧ કપ ડુંગળીની પેસ્ટ
  • ૧ કપ ટામેટાની પ્યુરી
  • ૧ ચમચી આદુ -લસણની પેસ્ટ
  • ૧ ચમચી લાલ મરચુ
  • ૧ /૨ ચમચી હળદર
  • ૨ ચમચી ધાણાજીરૂ પાવડર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૨ મોટા ચમચા તેલ

How to make Sindhi Besan vadi shaak in gujarati

  1. સૌ પહેલા એક બાઉલ લઈ તેમાં બેસન ,કોથમીર,ડુંગળી, લીલા મરચા,મીઠુ,લાલ મરચુ,૧ ચમચી તેલ ઉમેરી મીકસ કરો.બહુ જ આછુ પાણીથી (૪ ચમચી પાણી)કઠણ લોટ બાંધો.
  2. બન્ને હાથમાં થોડુ તેલ લઈ બાંધેલા લોટમાંથી નાના ગોળ વડી બનાવી લો. એક કઢાઈમાં ૪ કપ પાણી ગરમ કરી વડીને ૫ મિનિટ ગરમ પાણીમાં ઉકાળો.
  3. પાણીમાંથી વડીને એક ડીશમાં કાઢી લો.
  4. ગે્વી માટે એક કઢાઈ લઈ તેમાં તેલ ગરમ કરી ડુંગળીની પેસ્ટ આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.પછી લાલ મરચુ ઉમેરી ટામેટાની પેસ્ટ નાખીને હલાવો. હવે ગે્વી જેટલુ જ મીઠુ,હળદર,ગરમ મસાલો ,ધાણા જીરુ ,આદુ- લસણ ની પેસ્ટ ,૧/૨ કપ પાણી ઉમેરી ધીમી આંચે ૨ મિનિટ માટે રહે વા દો.
  5. તેલ છુટ્ટુ પડે ત્યારે બાફેલી વડી ઉમેરી મીકસ કરી ૧ કપ પાણી ઉમેરી ઢાંકણથી ઢાંકીને ૫ મિનિટ માટે ધીમી આંચે શાકને ચઢવા દો.ઢાંકણની ઉપર ૧ કપ પાણી નાખવુ જેથી શાક ઝડપથી ચઢી જાય
  6. તૈયાર છે સીંધી બેસન વડીનું શાક ગરમ રોટલીની સાથે પીરસો.

Reviews for Sindhi Besan vadi shaak in gujarati (1)

Neelam Barot4 months ago

મસ્ત છે

Recipes similar to Sindhi Besan vadi shaak in gujarati

  • બેસન ચિલી નૂ શાક

    2 likes
  • ગલકા બેસન નુ શાક

    0 likes
  • બેસન ચીલા નું શાક( ચીલડી)

    3 likes
  • કાઠિયાવાડી ઢોકળી નુ શાક (બેસન ની વાનગી)

    2 likes