BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Sindhi Besan vadi shaak

Photo of Sindhi Besan vadi shaak by Harsha Israni at BetterButter
2
2
4(1)
0

Sindhi Besan vadi shaak

Aug-12-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. વડી માટે-
  2. ૧ કપ બેસન
  3. ૧ નંગ ડુંગળી ( ઝીણી સમારેલી )
  4. ૨-૩ લીલામરચા (ઝીણા સમારેલા)
  5. ૧ /૪ કપ કોથમીર (ઝીણા સમારેલા )
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. ૧/૨ ચમચી લાલ મરચુ
  8. ગે્વી માટે-
  9. ૧ કપ ડુંગળીની પેસ્ટ
  10. ૧ કપ ટામેટાની પ્યુરી
  11. ૧ ચમચી આદુ -લસણની પેસ્ટ
  12. ૧ ચમચી લાલ મરચુ
  13. ૧ /૨ ચમચી હળદર
  14. ૨ ચમચી ધાણાજીરૂ પાવડર
  15. ૧ ચમચી ગરમ મસાલો
  16. મીઠુ સ્વાદ મુજબ
  17. ૨ મોટા ચમચા તેલ

સૂચનાઓ

  1. સૌ પહેલા એક બાઉલ લઈ તેમાં બેસન ,કોથમીર,ડુંગળી, લીલા મરચા,મીઠુ,લાલ મરચુ,૧ ચમચી તેલ ઉમેરી મીકસ કરો.બહુ જ આછુ પાણીથી (૪ ચમચી પાણી)કઠણ લોટ બાંધો.
  2. બન્ને હાથમાં થોડુ તેલ લઈ બાંધેલા લોટમાંથી નાના ગોળ વડી બનાવી લો. એક કઢાઈમાં ૪ કપ પાણી ગરમ કરી વડીને ૫ મિનિટ ગરમ પાણીમાં ઉકાળો.
  3. પાણીમાંથી વડીને એક ડીશમાં કાઢી લો.
  4. ગે્વી માટે એક કઢાઈ લઈ તેમાં તેલ ગરમ કરી ડુંગળીની પેસ્ટ આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.પછી લાલ મરચુ ઉમેરી ટામેટાની પેસ્ટ નાખીને હલાવો. હવે ગે્વી જેટલુ જ મીઠુ,હળદર,ગરમ મસાલો ,ધાણા જીરુ ,આદુ- લસણ ની પેસ્ટ ,૧/૨ કપ પાણી ઉમેરી ધીમી આંચે ૨ મિનિટ માટે રહે વા દો.
  5. તેલ છુટ્ટુ પડે ત્યારે બાફેલી વડી ઉમેરી મીકસ કરી ૧ કપ પાણી ઉમેરી ઢાંકણથી ઢાંકીને ૫ મિનિટ માટે ધીમી આંચે શાકને ચઢવા દો.ઢાંકણની ઉપર ૧ કપ પાણી નાખવુ જેથી શાક ઝડપથી ચઢી જાય
  6. તૈયાર છે સીંધી બેસન વડીનું શાક ગરમ રોટલીની સાથે પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Aug-12-2018
Neelam Barot   Aug-12-2018

મસ્ત છે

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર