હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ ની વેનીલા કેક

Photo of Wheat flour vanilla cake by Kamal Thakkar at BetterButter
509
1
0.0(0)
0

ઘઉં ના લોટ ની વેનીલા કેક

Aug-12-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ ની વેનીલા કેક રેસીપી વિશે

એકદમ સરળ અને પોષ્ટીક વ્યંજન.બાળકો ને કૅકે બૌ ભાવતી હોય છે,હું વરસો થી આ ઘઉં ના લોટ ની કેક બનાવુ છું જે એટલી નરમ અને સ્વાદિષ્ટ બને છે કે મારે કોઈ દિવસ મારા બાળક ને રોકવો નથી પડ્યો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ઘઉં નો લોટ ૧ & ૧/૨ કપ
  2. ખાંડ ૧ કપ
  3. ઘી ૧/૨ કપ
  4. મિલ્ક પાવડર ૩ ટેબલ સ્પૂન
  5. બેકિંગ પાવડર ૧ ટી સ્પૂન
  6. બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન
  7. દૂધ ૨ કપ
  8. વેનીલા એસ્સેન્સ ૧ ટી સ્પૂન

સૂચનાઓ

  1. ઘી અને ખાંડ ને સરસ મિક્સ કરી લો.
  2. ઘઉં નો લોટ,દૂધ પાવડર,બેકિંગ પાવડર અને સોડા ને ચાળી લો.
  3. આ મિશ્રણ ને ઘી ખાંડ ના મિશ્રણ માં ઉમેરો.
  4. ધીરે ધીરે દૂધ ઉમેરો અને મિક્સ કરો.
  5. ઈડલી ના ખીરા જેવું ખીરું બને એટલે વેનીલા એસ્સેન્સ ઉમેરો અને મિક્સ કરો.
  6. આ ખીરા ને ગ્રીસ કરેલા કૅકે ટીન માં નાખો અને પેલા થઈ ગરમ કરેલા ઓવેન માં ૩૦ મિનિટ માટે ૧૮૦ ડિગ્રીસ પાર મુકો.
  7. અર્ધો કલાક પછી ટૂથપિક થઈ ચેક કરો.કેક તૈયાર હશે.
  8. થોડી ઠંડી થાય એટલે કાપો અને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર