Photo of Deshi pizza by Dharmistha Kholiya at BetterButter
768
3
5.0(0)
0

Deshi pizza

Aug-12-2018
Dharmistha Kholiya
30 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દેશી પીઝા ના બેઝ ની સામગ્રી
  2. 1 કપ ઘઉંનો લોટ
  3. 1 કપ બાજરી નો લોટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 મોટો ચમચો ઓલિવ ઓઈલ
  6. 1 નાની ચમચી ઓરેગેનો
  7. 1 નાની ચમચી ચિલી ફ્લૅક્સ
  8. પાણી જરૂર મુજબ
  9. ટૉપીંગ્સ ની સામગ્રી
  10. 1 કપ ચોરસ ટુકડા માં સમારેલા શિમલા મરચાં
  11. 1 કપ ચોરસ ટુકડા માં કાપેલાં ટામેટા
  12. 3/4 કપ પિઝા સોસ
  13. 1 નાની ચમચી ઓરેગેનો
  14. 1 નાની ચમચી ચિલી ફ્લૅક્સ
  15. 200 ગ્રામ છીણેલું મોઝરેલા ચીઝ
  16. 1/4 કપ બ્લેક ઓલિવ
  17. 2 કપ ગોળાકાર કાપેલાં રીંગણાં ના ટુકડા
  18. 2 મોટા ચમચા ઓલિવ ઓઇલ
  19. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલ માં પિઝા બેઝ બનાવની બધી સામગ્રી મેળવી લો.
  2. હવે થોડું થોડું પાણી નાખીને કઠણ કણક તૈયાર કરો
  3. સારી રીતે મસળી ને 10 મિનિટ ઢાંકી ને રાખી દો.
  4. હવે એક નોનસ્ટિક તવા ને ગરમ કરી થોડું ઓલિવ ઓઇલ ગરમ કરવા મૂકીને રીંગણાં ના પતીકાં ને સાંતળી લો
  5. રીંગણાં ને ચડતા વાર નથી લાગતી. રીંગણાં ના પતીકાં ને મીઠું નાખીને બેય બાજુ ચોડવી લો
  6. 5 મિનિટ માં રીંગણાં ચડી જશે
  7. ગેસ બંદ કરો. અને રીંગણાં ને એક બાઉલ માં કાઢી લો
  8. હવે તૈયાર કરેલી કણક ને 2 મિનિટ મસળી ને 4 લુવા બનાવી લો.
  9. લુવા માંથી મોટી ભાખરી વણી ને તૈયાર કરો.
  10. ચપ્પુ થી માર્ક કરો જેથી ભાખરી શેકતી વખતે તે ફૂલે નહીં
  11. માટી ની તાવડી ગરમ કરવા મુકો
  12. તૈયાર કરેલી ભાખરીને ધીમા ગેસ પર શેકી લો.
  13. ધીમા ગેસ પર જ ભાખરી શેકવાની જેથી ભાખરી ક્રિસ્પી થશે.
  14. શેકેલી ભાખરી ની ઉપર ની બાજુ પિઝા સોસ લગાવો.
  15. રીંગણાં, શિમલા મરચાં અને ટામેટા ના ટુકડા નું ટોપિંગ કરો
  16. મોઝરેલા ચીઝ ભભરાવો.
  17. 1 નાની ચમચી જેટલું ઓલિવ ઓઇલ નાખો.
  18. બ્લેક ઓલિવ,ચિલી ફ્લેક્સ અને ઓરેગેનો ભભરાવો.
  19. આવી રીતે બધી ભાખરી તૈયાર કરો.
  20. તૈયાર કરેલી ભાખરીને પાછી તાવડી પર ગરમ કરવા મુકો.
  21. ગરમ કરતી વખતે ઢાંકણું ઢાકો. જેથી 2 મિનિટ મજ ચીઝ ઓગળવા લાગશે.અહીં દેશી પિઝા તૈયાર છે.
  22. એવી રીતે બાકીના પિઝા બનાવી લો
  23. દેશી પિઝા ને 4 ભાગ માં કાપીને ગરમ ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર